જેતપુર શહેરમાં છેલ્લા થોડાક દિવસોમાં ટુ-વ્હીલરની તસ્કરીના કિસ્સાઓ વ્યાપક પણે પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે. ત્યારે ગુનાઓના ભેદ ઉકેલવા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચના હેઠળ જેતપુર સીટી પોલીસે હ્યુમન સોસિર્સ અને સીસીટીવી કેમેરા વગેરેની મદદથી એકટીવા સ્કુટરની તસ્કરીને અંજામ આપનાર ચોરને એક્ટિવા સાથે ઝડપી પાડયો હતો. પકડાયેલ શખ્સ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.
જેતપુર શહેરના નાજાવાળા પરા ચોકડી પાસેથી એક્ટિવા સ્કુટરની ચોરી થયાની ફરિયાદ સીટી પોલીસ મથકે નોંધાઇ હતી. ગુનાનો ભેદ ઉકેલાવા સીટી પોલીસ મથકના પીઆઈ વી.એમ.ડોડીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના કર્મચારીઓએ વિવિધ રીતે તપાસ કરી રાજકોટ સોલવંત કોઠારીયા માં રહેતો સમીર ઉર્ફે હનીસિંગ કરીમભાઈ સોલંકીને રૂ.૮૦ હજારની કિંમતના ચોરાયેલા એક્ટિવા સ્કુટર સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલ સમીર ઉર્ફે હનીસિંગ નો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો તેની ઉપર રાજકોટ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ૧૫ જેટલા ગુના અને ગોંડલ બી ડિવિઝન માં એક ગુનો સહિત ૧૬ જેટલા ગુના નોંધાયેલા છે.
આ કામગીરીમાં સીટી પોલીસના ઇન્સ્પેક્ટર વી.એમ.ડોડીયા તથા એ.એસ.આઇ. ભાવેશભાઈ ચાવડા તથા મીલનસિંહ ડોડીયા તથા પો.હેડ કોન્સ. સાગરભાઈ મકવાણા તથા પો.કોન્સ. શક્તિસિંહ ઝાલા તથા લાખુભા રાઠોડ તથા અમીતભાઈ સિધ્ધપરા તથા ભગીરથસિંહ જાડેજા તથા પ્રદિપભાઇ આગરીયા તથા જેતપુર ઉધ્યોગનગર પોલીસ સ્ટેશનના પો.કોન્સ. ચેતનભાઇ ઠાકોર જોડાયા હતા.
REPOTER : સુરેશ ભાલીયા જેતપુર,


