BHARUCH : ઇદે મિલાદ તેમજ ગણેશોત્સવ પર્વ નિમિત્તે પાલેજ પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ…

0
56
meetarticle

મુસ્લિમ સમુદાયના પવિત્ર ઇદે મિલાદ તેમજ હિંદુ સમુદાયના ગણેશોત્સવ પર્વ નિમિત્તે  ભરૂચના પાલેજ પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેકટર કોમલબેન વ્યાસની અધ્યક્ષતામાં ઇદે મિલાદ તેમજ ગણેશોત્સવ આયોજકો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. આયોજિત બેઠકમા આયોજકો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ ઇન્સ્પેકટર કોમલબેન વ્યાસે ઇદે મિલાદ તેમજ ગણેશોત્સવ પર્વ કોમી એકતા સાથે અને સોહાર્દ ભર્યા વાતાવરણમાં ઉજવણી કરવા વિશેષ અનુરોધ કર્યો હતો. સાથે સાથે કોઇપણ જાતની અફવા પરત્વે ધ્યાન કેન્દ્રિત ન કરવા અને જરૂર પડ્યે પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

ઇદે મિલાદ તેમજ ગણેશોત્સવ પર્વ ભાઈચારા સાથે અને કોમી એકતાની ભાવના સાથે ઉજવણી કરવા વિશેષ અપીલ કરી હતી. ઇદે મિલાદ તેમજ ગણેશોત્સવન આયોજકોએ પોલીસ તંત્રને સંપૂર્ણ સહકારની ખાત્રી આપી હતી. આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં અંજુમને અનીસુલ ઇસ્લામ ટ્રસ્ટના ઉપપ્રમુખ હાજી તૈયબ ભાઇ રીમઝીમવાળા, સેક્રેટરી મુસ્તુફાભાઇ લાંગીયા, સલીમ મેમણ, ઇકબાલ ટેલર,  પાલેજ ટાઉનna ચિરાગ વાઘેલા, મયુર ગોહિલ તેમજ પાલેજ પોલીસ મથકના તાબા હેઠળ આવતા ગામોના ગણેશોત્સવના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા…

REPORTER : સૈફ અલી ભટ્ટી વાગરા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here