પોરબંદર ના પરા એવાં બોખીરા મા સને ૨૦૧૨ મા પ્રધાન મંત્રી આવાસ યોજના અન્વયે ૨૮૩૨ જેટલાં આવાસ નું નિર્માણ કરવામાં આવેલું. આ આવાસ યોજના શરૂ થઈ અને સમગ્ર આવાસ યોજના નું કામ પૂર્ણ થયું ત્યાં સુઘી અને આ આવાસ યોજના અન્વયે ગરીબ અને ઘર વિહોણા લોકોને આવાસ ફાળવ્યા ત્યારથી પાછી થી પણ આ આવાસ યોજના સર્ચાની એરણમાં ચગતી રહેલ છે. ત્યારે આ બોખીરાની પીએમ આવાસ યોજનાની પોરબંદર આમ આદમી પાર્ટીના નેતાઓએ મુલાકાત લેતા તેમાં આપવામાં આવેલી અનેક સુવિધાઓ શોભાના ગાંઠિયા સમાન ધૂળ ખાતી નજરે પડતા પોરબંદર શહેર ના આમ આદમી પાર્ટીના મહીલા વિંગના નીતાબેન સદીયા (વકીલ) એ પોરબંદર મહાનગર પાલિકાના ચીફ ઓફિસર ને આવેદન પત્ર પાઠવી આવાસ યોજમાં આપવામાં આવેલી સુવિધાઓ સત્વરે પુરી પાડવા માંગ કરી છે. અન્યથા ગાંધી સિંધ્યા રાહે પોરબંદરની જનતાને સાથે લઈ આંદોલન કરવાની ફરજ પડશે તેવી પણ ચિમકી આપી છે.
આમ આદમી પાર્ટીના નેતા નીતાબેન સાદીયા એ પોરબંદર મહાનગર પાલિકાના ચિફ ઓફિસર ને આવેદન પત્રમાં જણાવેલ છે કે હિન્દૂ ,મુસ્લિમ શીખ,ઈસાઈ,આપસ મેં હૈ ભાઈ ભાઈ, તત્કાલીન પ્રધાનમંત્રી ડો. મનમોહનસિંહજીનું ધ્યાન આકર્ષિત કરીને તત્કાલીન ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા અને ત્યારબાદના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, બંનેની ભારે જહેમતથી પોરબંદર ના બોખીરાના આંતરિયાળ વિસ્તારમાં ૨૮૩૨ જેટલાં આવાસો નું નિર્માણ કરવામાં આવ્યું અને એને નામ મળ્યું રૂપકડું “પ્રધાનમંત્રી આવાસ યોજના”
આ આવસોમાં મજબૂત મકાનો આધુનિક ડિઝાઇન, સ્ત્રી, પુરુષ, બાળક, યુવાન અને વૃદ્ધ એમ પાંચ કેટેગરીને ધ્યાને રાખીને યોજનામાં બાગ, બગીચા, ઉદ્યાન, લાઈબ્રેરી, ઇન્ડોર રમત ગમત હોલ, આઉટ ડોર રમત ગમતના મેદાન, આંગણવાડી, પાણીના સમ્પ, ઇલેક્ટ્રિસીટીમાં બાધા ન પહોંચે એટલે વીજળીઘર કોલોનીની ફરતે બાઉન્ડરી, શોપિંગ માર્કેટ, શાક ભાજી માર્કેટ, કિરાણા દુકાન અને લોન્ડરી, સલૂન અને સ્નેક્સ તથા બ્રેકફાસ્ટ શોપ પણ બનાવવામાં આવ્યા પણ…..? સુવિધા ના નામે મીડું….
પોરબંદર ના રાજકારણમાં ૨૦૧૨ થી ખુબ ચર્ચામાં રહેલ પીએમ આવાસ યોજનામાં વહીવટી મેનેજમેન્ટની ખામીઓ શરૂઆતથી જ રહી છે. જેમકે આવાસથી શહેર સુધી જોડાણ રહે તે હેતુથી સીટી બસ આવાસ માં આવે છે, પરંતુ બસ અને રીક્ષાની રાહ જોવા માટે કોઈ છાપરા કે સ્ટેન્ડ બનાવવામાં નથી આવ્યા, જેથી રાહ જોતાં પેસેન્જર ને તાપ, તડકો અને વરસાદ થી રક્ષણ આપી શકાય!!
વિશાળ કોલોનીમાં આશરે ૧૦ હજાર જેટલાં લોકો રહે છે, મહાનગરપાલિકા લેવલે એક આખો વોર્ડ અથવા પંચાયત લેવલે તાલુકા મથકમાં જેટલી જન સંખ્યા હોય તેટલી આવાસમાં રહેતા લોકોની સંખ્યા છે, પરંતુ આવાસના મેદાનમાં ધ્વજવંદન કરવા, ધ્વજ લહેરાય એવો પોલ નથી, સ્ટ્રીટ લાઈટોના પોલ છે, એમાં ફીટીંગ થયેલી લાઈટો છે, પરંતુ એમાંથી નીકળવું જોઈએ એવું સફેદ કે પીળું અજવાળું નથી. શોપિંગ માર્કેટ છે પણ કોઈને દુકાનો કે થડા આપવામાં આવ્યા નથી, આવાસમાં નાની મોટી તકલીફો થાય ત્યારે લોકો અસહજ ન બની જાય તેથી આંગણવાડી જેવા જ મદદ સેન્ટરો છે, પણ મદદ કરે એવો કોઈ કર્મચારી કે ઓફિસર તેમાં નથી. ઉપલબ્ધ દુકાનો તંત્રએ જાણે કે આજે કે ભવિષ્યમાં કોઈને આપવાના ન હોય તેમ, ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેલા મકાનની કોઈ બારીએ નાનો મોટો સામાન કે ચીજ વસ્તુ કોઈ વહેંચે તો એને દંડ કરવા આવે એવો કર્મચારી જરૂર આવી જાય છે.
આ અંગે આમ આદમી પાર્ટી વતી ભાર્ગવ જોષી, ચેતન સવજાણી, નીતાબેન સાદીયા, આરીફભાઇ પીરજાદા અને દિનેશભાઇ સાદીયાની બનેલી ટીમે જયારે આવાસ કોલોનીની મુલાકાત લીધી ત્યારે જોવા મળેલા દ્રશ્યો પણ આ સાથે સામેલ છે, આમ આદમી પાર્ટી વતી હું વકીલ નીતાબેન સાદીયા પોરબંદર મહાનગર પાલિકાને જાહેર વિનંતી કરવા માંગુ છું કે આવાસ પરિસર માં આવેલ શોપિંગ સેન્ટર માં રહેલી દુકાનોની તાકીદે હરરાજી કરવામાં આવે, બસસ્ટોપ ખાતે ઉપર પતરા વાળું સ્ટેન્ડ બનાવવામાં આવે અને રાત્રે સ્ટ્રીટ લાઈટોમાં અજવાળું પાથરવામાં આવે અન્યથા પોરબંદર શહેર જીલ્લા અને તાલુકાના સંગઠન મળીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે… તેવી ચિનકી નીતાબેન સાસિયાએ પત્ર ના અંતમાં આપવામાં આવી છે.
રિપોર્ટર :- વિરમભાઇ કે. આગઠ


