આજરોજ ડભોઇ નાંદોદી ભાગોળ સ્થિત હરિહર આશ્રમ ના મહંત પૂજ્ય વિજયજી મહારાજ ની અધ્યક્ષતા માં રામ ચરિત માનસ ના પાઠ નું આયોજન કરવામાં આવ્યું હતું.
દર વર્ષે પવીત્ર શ્રાવણ માસ દરમિયાન રામ ચરિત માનસ પાઠ નું આયોજન હરિહર આશ્રમ ખાતે કરવામાં આવે છે.મહંત વિજયજી મહારાજે વધુ માં જણાવ્યું હતું કે ભગવાન શિવ ને રીઝવવા શ્રી રામ નીં કથા કરવી ખૂબ જરૂરી છે. આજરોજ હરિહર આશ્રમ ખાતે રાખવામાં આવેલ અખંડ પાઠ સતત 27 કલાક સુધી ચાલશે.આ રામ ચરિત માનસ પાથ જગત કલ્યાણ,પરિવાર માં સુખ શાંતિ,દેશ માં થી તમામ પ્રકાર ના ભેદભાવ દૂર થાય,લોકો પ્રેમભાવ થી રહે તેવા ઉમદા હેતુ થી દર વર્ષે આ કથા નું આયોજન કરવામાં આવે છે.
હરિહર આશ્રમ ખાતે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભક્તિ ભાવ ના કાર્યક્રમો યોજવામાં આવે છે અને નવનાથ કાવડ યાત્રા બાદ ભંડારા નું આયોજન કરવામાં આવે છે.આ પ્રસંગે સમગ્ર ડભોઇ તાલુકા માં થી મોટી સંખ્યા માં શ્રદ્ધાળુઓ આશ્રમ ખાતે ઉપસ્થિત રહે છે.છેલ્લા કેટલા વર્ષથી હરિહર આશ્રમ ખાતે થી દર શ્રાવણ માસ માં નવનાથ કાવડ યાત્રા નું પણ આયોજન કરવામાં આવે છે જે ભાગરૂપે આ મહિના ની 18 તારીખે વડોદરા ખાતે થી નવનાથ કાવડ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યા માં ભક્તો ને જોડાવવા વિજયજી મહારાજ દ્વારા અપીલ કરવામાં આવી છે._
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ



