રાજ્યમાં સાયબર ક્રાઈમનું અલગથી યુનિટ બનશે. ATSની જેમ અલગ યુનિટ બનાવવા સરકારે નિર્ણય કર્યો છે. સાયબર ક્રાઇમના વધતા ગુનાને ધ્યાને લઇ આ નિર્ણય કરવામાં આવ્યો છે.
IG,DIG કક્ષાના એક એક અધિકારીની નિમણૂક થશે. ગાંધીનગરમાં સાયબર ક્રાઈમનું ભવન બનશે. 5 SP, 8 DYSP,15 PIની સાયબર યુનિટમાં નિમણૂક થશે. અદ્યતન ટેકનોલોજીથી સજ્જ ભવનનું નિર્માણ થશે. આર્થિક સત્તા માટે બોર્ડ કે નિગમની રચના કરાશે.
સાયબર ક્રાઈમનું અલગથી યુનિટ બનશે
રાજ્યમાં સાયબર ક્રાઈમના કેસમાં વધારો થયો છે. આ ક્રાઈમને સરકારે ગંભીરતાથી લઈને ATSની જેમ એક અલગ સાયબર ક્રાઈમનું ભવન બનાવવાનો નિર્ણય કર્યો છે. આ સાયબર ક્રાઈમનું ભવન ગાંધીનગરમાં બનાવવામાં આવશે. સાયબર ક્રાઈમ ભવનમાં IG,DIG કક્ષાના એક એક અધિકારીની નિમણૂક કરવામાં આવશે. આ ભવનમાં અદ્યતન ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવશે જેથી સાયબર ક્રાઈમના ગુનાઓ ઉકેલાવમાં સરળતા રહશે.
સાયબર ક્રાઈમનું ભવન ગાંધીનગરમાં બનાવવામાં આવશે
આ સાયબર ક્રાઈમનું ભવનમાં 5 SP, 8 DYSP,15 PIની સાયબર યુનિટમાં નિમણૂક કરવામાં આવશે. ખાનગી કંપનીઓને ચાર્જ વસૂલીને આ યુનિટ સેવાઓ પણ પૂરી પાડશે. આર્થિક સત્તા માટે બોર્ડ કે નિગમ જેવી સંસ્થા પણ રચવામાં આવશે. આ સાયબર ક્રાઈમ યુનિટથી કેસ ઉકેલવામાં સરળતા રહશે. રાજ્યમાં સાયબર ક્રાઈમના પડકારને પહોંચી વળવા માટે આ યુનિટ ઉપયોગી સાબીત થશે.


