વડોદરા થી હાલોલ ના ધમધમતા ધોરીમાર્ગ પર દશૅન હોટલ સામે બંધ બોડી ની આઇસર એક કન્ટેનર અને બે કાર કુલ મળીને ચાર વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત લ ઇ ને માગૅ પરથી જતાં આવતાં રાહદારીઓ ટ્રાફીક જામ ની સ્થિતિ સજૉતા વાહન ચાલકો અટવાયા હતા
આ વિચિત્ર અકસ્માત માં કાર માં સવાર ત્રણ વ્યક્તિઓ ફસાઈ પડતાં ત્રણેય વ્યક્તિ ઓ ને ટ્રાફીક જામ હાજર રાહદારીઓ મારફતે ભારે જહેમત બાદ બહાર કઢાયા હતા સદ્દનસીબે ત્રણેય ઇસમો ને નાની મોટી ઇજાઓ પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા ના મારફતે જરોદ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
જ્યાંથી બે ઇસમો ને વડોદરા ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપ્યા હતા અકસ્માત માં ઇજાગ્રસ્તો મુસ્તુઝા મચૅનટ ઉ વર્ષ ૪૦ , વિરેન્દ્રસિંહ ઉ વર્ષ ૬૦, અને વિરલ વનજારા ઉ વર્ષ ૪૦ ના ઓ સારવાર હેઠળ છે આ વિચિત્ર અકસ્માત ના પગલે સૌ પ્રથમ તો જોનાર વગૅ માં સન્નાટો વ્યાપી ગયો સદનસીબે અકસ્માત માં એક કાર નો કચ્ચરઘાણ વળી ગયો હતો પણ કાર માં સવાર ત્રણ લોકો ને નાના મોટી ઇજાઓ પહોંચતા સૌ હાશકારો અનુભવ્યો હતો
REPOTER : કિશન રોહિડા વાઘોડિયા



