GUJARAT : વડોદરામાં ફિલિપાઈન્સથી એક વિદ્યાર્થીએ સ્કૂલ,એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી

0
78
meetarticle

વડોદરામાં સ્કૂલ અને એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની અનેક વખત ધમકીઓ મળી હતી. ઈમેલ દ્વારા મળેલી ધમકીઓની તપાસ કરતાં કંઈ શંકાસ્પદ ચીજ ઝડપાઈ નહોતી.

પોલીસે આ ધમકી ભર્યા મેલ અંગે તપાસ કરતાં મોટો ખુલાસો થયો છે. ફિલિપાઈન્સથી એક વિદ્યાર્થીએ આ પ્રકારની ધમકી આપી હોવાનો ખુલાસો થયો છે.

ફિલિપાઇન્સથી વિદ્યાર્થીએ ધમકી આપ્યાનો ખુલાસો

પ્રાપ્ત વિગતો પ્રમાણે વડોદરામાં 12 સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી. ઈમેલ દ્વારા મળેલી આ ધમકીઓ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમા પોલીસ અને અન્ય એજન્સીઓને તપાસ દરમિયાન કંઈજ શંકાસ્પદ ચીજ વસ્તુ હાથ લાગી નહોતી. પરંતુ આ ઈમેલ મોકલીને ધમકીઓ આપનાર સામે તપાસ ચાલુ કરી દેવાઈ હતી. જેમાં ફિલિપાઈન્સથી એક વિદ્યાર્થીએ આ પ્રકારની ધમકી આપી હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું.

સાયબર ક્રાઇમે NIA, IB, CID પાસે મદદ માગી

વડોદરામાં સ્કૂલ અને એરપોર્ટ સહિતની 12 જગ્યાઓને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો મેલ મળ્યો હતો. જેમાં તમામ સ્થળોએ તપાસ કરતાં કંઈજ મળ્યું નહોતુ. આ પ્રકારના ધમકી ભર્યા મેઈલની તપાસમાં સાઈબર ક્રાઈમે NIA, IB, CID પાસે મદદ માગી હતી. તમામ એજન્સીઓ દ્વારા આવી ધમકીઓ મળવા અંગે તપાસ હાથ ધરાઈ હતી. આ તપાસ દરમિયાન ફિલિપાઈન્સના એક વિદ્યાર્થીએ આ પ્રકારના મેલ કરીને ધમકી આપી હોવાનું સામે આવ્યું હતું.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here