સુરત શહેરના રાંદેર હેલ્થ સેન્ટરનો એક વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થયો છે, જેમાં સગર્ભા મહિલાઓના ચેકઅપ સ્થાને એક નર્સની જગ્યાએ એક સફાઈ કામદાર મહીલા બેઠી હતી. જે સગર્ભા મહિલાઓના બ્લડપ્રેશર અને વજન સહિતનું ચેકઅપ કરે છે. આ વીડિયો વાયરલ થતા અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે વીડિયો ઉતારનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે સગર્ભા સ્ત્રીઓ અહી આવતી હોય છે અને જે જગ્યા પર નર્સ હોવી જોઈએ, ત્યાં સફાઈ કામદાર બેન બેસેલા છે. સગર્ભા મહિલાઓની જે ડિટેઈલ લખવાની હોય, ત્યાં નર્સ હોવી જોઈએ ત્યાં સફાઈ કામદાર બેન બેસેલા છે. મહિલાઓની ડીટેલ લખવામાં કોઈ પ્રોબ્લેમ થાય તો જવાબદારી કોની ? આ વિડીયોના માધ્યમથી નાયબ આરોગ્ય અધિકારીને આ મહિલા સામે પગલા લેવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી. વધુમાં જણાવ્યું હતું કે, શહેર મહાનગર પાલિકાના આરોગ્ય કેન્દ્રની અંદર સફાઈ કામદાર કે જેનો ક્રાઈટેરીયા 8 પાસ રાખેલો હોય એ કામ GNM ANM કરેલા લોકોનું કરતા હોય, તો લોકોના જીવ જોખમમાં હોય એવું જણાવ્યું હતું.
સુનિલ ગાંજાવાલા સાથે સી.અને 24 ન્યુઝ સુરત

