અહેવાલ : (રવિકુમાર કાયસ્થ ) વલસાડના જિલ્લાના ધરમપુરમાં બાઈક સાથે યુવક તણાયો હોવાની ઘટના સામે આવી છે. ધરમપુર અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે. ધરમપુરના શેરીમાળથી કાંગવી જતા રોડ વચ્ચે માન નદીના નીચા કોઝવે પર બાઈક સાથે યુવક તણાયો છે. ઘટના બનતા તંત્ર દ્વારા NDRFની ટીમ મારફતે શોધ ખોળ હાથ ધરવામાં આવી છે.
ધરમપુરમાં બાઈક સાથે યુવક તણાયો
ધરમપુરમાં નદીઓ ભયજનક સપાટીએ પહોંચતા 25 જેટલા લો-લાઈન બ્રિજ લોકોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યા હતા. કોઝવે પરથી પાણીનો પ્રવાહ વધારે હોવાથી બાઈક ચાલક પસાર થવા જતા તણાયો હતો. આ બાઈક ચાલકને GRDના જવાનોએ રોકવાનો પ્રયાસ કરતા તે રોકાયો નહીં અને કોઝવે પસાર કરવા જતા નદીના પાણીના પ્રવાહમાં તણાયો હતો.
ધરમપુરમાં નદીઓ ભયજનક સપાટીએ
આ ઘટનાને પગલે પોલીસ અને ફાયર વિભાગને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકો દ્વારા પણ યુવકની શોધખોળ કરવામાં આવી રહી છે. હજુ સુધી બાઈક ચાલક કે બાઈક મળ્યું નથી. NDRFની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે



