અમદાવાદના બોપલમાં આવેલા ઘુમામાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની છે, જેમાં શિવાલય રો હાઉસમાં ફાયરિંગ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, ફાયરિંગમાં કલ્પેશ ટૂંડિયા નામના યુવકનું મોત થયું છે અને યુવકને સારવાર મળે તે પહેલા તેનું મોત થયું છે, યુવક પાસેથી એક ચિઠ્ઠી પણ પોલીસને મળી આવી છે, ત્યારે આ ઘટનામાં હત્યા છે કે આત્મહત્યા છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
અમદાવાદના બોપલના શિવાલય રો હાઉસમાં ફાયરિંગ
અમદાવાદના બોપલમાં શિવાલય રો હાઉસમાં ફાયરિંગની ઘટના બની છે, જેમાં ગાડીમાં આવેલા કેટલાક શખ્સોએ ફાયરિંગ કર્યુ હોવાની વાત સામે આવી છે, શેરબજારનું કામ કરતા યુવક પર ફાયરિંગ કર્યુ છે, તો પોલીસના જણાવ્યા અનુસાર આ ફાયરિંગ રૂપિયાની લેતીદેતીમાં થયું હોવાની શંકા સેવાઈ રહી છે, યુવક પર ફાયરિંગ થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ તે પહેલા જ તેનું મોત થયું છે, બોપલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.
બોપલના ઘુમામાં બે રાઉન્ડ ફાયરિંગની ઘટના
આ ઘટનામાં કલ્પેશ ટુંડિયા નામના યુવકનું મોત થયું છે, મૃતક પાસેથી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવે છે ત્યારે પોલીસે સ્યુસાઈડ નોટ પણ લીધી છે અને તપાસ શરૂ કરી છે, યુવકના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, પોલીસે સોસાયટીના સીસીટીવી અને રોડ પરના સીસીટીવી તપાસ માટે લીધા છે, પરિવારનો સભ્યોનો આક્ષેપ છે કે આ હત્યા છે નહી કે આત્મહત્યા, ત્યારે પોલીસની તપાસમાં સત્યતા શું સામે આવે છે તે જોવાનું રહ્યું.


