હાલ તમારે કોઈપણ દસ્તાવેજી કામ કરવું હોય તો સૌથી પહેલા તમારું આધાર કાર્ડ માંગવામાં આવે છે. આધાર કાર્ડએ ભારતીય નાગરિકનો મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. જે ઓળખના પૂરાવા સાથે સાથે ઘણા સ્થળોએ માન્ય દસ્તાવેજ છે.હાલ તમારે કોઈપણ દસ્તાવેજી કામ કરવું હોય તો સૌથી પહેલા તમારું આધાર કાર્ડ માંગવામાં આવે છે. આધાર કાર્ડએ ભારતીય નાગરિકનો મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. જે ઓળખના પૂરાવા સાથે સાથે ઘણા સ્થળોએ માન્ય દસ્તાવેજ છે. સરકારી યોજનાનો લાભ લેવો હોય કે નવું સીમ કાર્ડ લેવું હોય સૌપ્રથમ તમારી પાસે તમારું આધાર કાર્ડ માંગવામાં આવશે. આધાર કાર્ડ બેંકિંગ, શિક્ષણ, પેન્શન જેવી સુવિધાનો લાભ લેવા માટે પણ જરૂરી છે.
આધાર કાર્ડમાં વ્યક્તિની બાયોમેટ્રિક અને ડેમોગ્રાફિક વિગતો હોય છે. સામાન્ય રીતે આધાર કાર્ડમાં લોકો ફોટો અપડેટ કરાવતા નથી. જે કારણે આધાર કાર્ડમાં વ્યક્તિનો વર્ષો જૂનો ફોટો હોય છે. આધાર કાર્ડ ઓળખ માટે હોવાને કારણે તમારો જૂનો ફોટો અને તમારો હાલનો ચહેરો અલગ હોવાના કારણે ઘણીવાર સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

આવામાં આપણા મનમાં સવાલ થવો સ્વભાવિક છે કે, આધાર કાર્ડનો ફોટો ક્યારે બદલવો જોઈએ? કેટલા વર્ષ આધાર કાર્ડનો ફોટો બદલવો યોગ્ય રહેશે? જો ફોટો જૂનો હોય તો ભવિષ્યમાં તમારી ઓળખ કરવામાં મુશ્કેલી થઈ શકે છે. જોકે, આ માટે UIDAI દ્વાકા કોઈ નિશ્ચત સમયગાળો જણાવ્યો નથી. કે આવું કરવાનો કોઈ ફરજિયાત નિયમ નથી, પણ એવી સલાહ આપવામાં આવે છે કે, દર 10 વર્ષે તમારે આધાર કાર્ડનો ફોટો અપડેટ કરાવવો જોઈએ.
આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરાવવા માટે તમારે નજીકના આધાર કેન્દ્રની મુલાકાત લેવાની રહેશે. તમે UIDAI ની સત્તાવાર વેબસાઈટ પરથી તમારા નજીકના આધાર કેન્દ્રની વિગતો મેળવી શકો છો. આધાર કેન્દ્ર પરથી તમારે એક ફોર્મ લેવાનું છે, અને તેમાં જરૂરી વિગતો ભરવાની રહેશે. જે બાદ તમારી બાયોમેટ્રિક ડિટેઈલ્સ લીધા બાદ ફોટો અપડેટ કરવાની રિક્વેસ્ટ મોકલવામાં આવશે. થોડા દિવસો બાદ તમારો આધાર કાર્ડનો ફોટો અપડેટ થઈ જશે. જે બાદ તમે નવા ફોટોવાળું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. તમારે આધાર કાર્ડ પર તમારો ફોટો અપડેટ કરવા માટે 100 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. આ ફી તમારે આધાર સેવા કેન્દ્ર પર ચૂકવવાની રહેશે. ફોટો અપડેટ કરવાની પ્રોસેસને બાયોમેટ્રિક અપડેટ માનવામાં આવે છે. આ માટે તમારે ફોટાની હાર્ડ કોપી આપવાની જરૂર નથી. આધાર સેવા કેન્દ્રના ઓપરેટર કેન્દ્ર પર જ કેમેરાથી તમારો ફોટો લાઇવ પાડી લેશે.

