GUJARAT : ઘેડના પ્રાણપ્રશ્નોને લઈને આપ નેતા પ્રવીણ રામની પદયાત્રા પંચાળાથી શરૂ

0
66
meetarticle

વર્ષોથી ઘેડમાં પાણી ભરાવાના પ્રશ્નો છે, દર સોમાચામાં ઘેડની હાલત ખૂબ જ દયનીય હોય છે,પાણીની શેલ ફરી વળતા દરવર્ષે ઘેડના ખેડૂતો પોતાની મગફળી પોતાની નજરની સામે બરબાદ થતા જોઈ છે, જમીનનું ધોવાણ થતા ઘેડના ખેડૂતો પોતાની નજર સમક્ષ જોઈ છે,મોંઘા ભાવનું બિયારણ ફેલ થતા પોતાની નજર સમક્ષ જોઈ છે જેમના કારણે ઘેડના ખેડૂતોએ આ એમના નસીબમાં છે એવું સ્વીકારી લીધું છે પરંતુ આ વર્ષે ઉપરના ડેમના દરવાજા એક સાથે ખોલી નાખતા માનવસર્જિત પૂર સર્જાયું હતું જેમના કારણે ઘેડના અનેક ગામડાઓમાં તારાજી સર્જાઈ હતી ,અનેક જગ્યાએ પારા તૂટ્યા હતા જેમના કારણે ઘેડના તમામ ખેડૂતોની મગફળી ફેલ ગઈ હતી ,અનેક ખેડૂતોની જમીનનું ધોવાણ થયું હતું તેમજ અમુક ખેડૂતોના તો મકાન પડી ગયા હતા


ત્યારે આપનેતા પ્રવીણ રામે આ તારાજી બાદ ઘેડના ખેડૂતોની મુલાકાત કરી હતી અને ગણેશચતુર્થીના દિવસે ઘેડના ખેડૂતો માટે પદયાત્રા કરવાની જાહેરાત કરી હતી ત્યારે આજ રોજ એમના અનુસંધાને પંચાળા રામ મંદિર અને સ્વામિનારાયણ મંદિર ખાતેથી દર્શન કરીને આપનેતા પ્રવીણ રામે ઘેડના ખેડૂતો માટે 14 દિવસ સુધીની પદયાત્રાની શરૂવાત કરી હતી ,આ પદયાત્રામાં જેમ ઘેડમાં પાણીનું પૂર આવે એમ ઘેડના ખેડૂતોની ઘોડાપુર ઉમટ્યું હતું ,આ પદયાત્રા સવારે પંચાળાથી નીકળીને અખોદર જશે ત્યાંથી પાડોદર, ઇસરા,ટીટોડી, ખમીદાણા, ખીરસરા , સુત્રેજ, સાંઢા, થલી, વિરોલ, ખરેડા ફાટક, કારેજ,ચાખવા, વાડલા, બામણવાડા,ઝરીયાવાડા,શીલ, સાંગાવાડા, દિવાસા, આંત્રોલી, આજક, મેખડી, સામરડા, શર્મા, ધોડાદર, બગસરા, હટરપુર, ભાથરોટ, ફુલરામાં, ઓસા, પાદરડી, ઇન્દ્રના, બાલાગામ,આંબલિયા, માટિયાના, મંદોદ્રા, કોયલાના, બામણાસા અને ત્યાંથી અંતે સોનલધામ મઢડા ખાતે પૂર્ણ થશે ,5 તારીખ થી શરૂ થયેલી આ યાત્રા સીધા ઘેડના 40 ગામડાઓ અને અન્ય 10 જેટલા ગામડાંઓમાંથી નીકળીને અંતે 18 તારીખે મઢડા ખાતે પહોંચી માતાજીના દર્શન કરી સમાપ્ત થશે,
આ બાબતે ઘેડના લોકો માટે પદયાત્રા કરનાર આપનેતા પ્રવીણ રામે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ઘેડનાં ખેડૂતો વર્ષોથી પીડાઈ છે ત્યારે એમની પીડા કોઈ સાંભળતું નથી ,ભાજપના નેતાઓ રકાબી જેવો વિસ્તાર છે એવું કહીને છટકી જાય છે ત્યારે ઘેડના ખેડૂતોની પીડા અને વેદનાને ઉજાગર કરવા માટે મેં આ 14 દિવસની પદયાત્રા શરૂ કરી છે, ભગવાન શ્રી રામે 14 વર્ષ માટે વનવાસ કરી પદયાત્રા કરી અને ભગવાન નીલકંઠવર્ણી એ નાની ઉંમરમાં ભારતવર્ષની પદયાત્રા કરી ત્યારે એમનામાંથી પ્રેરણા લઈને મેં 14 દિવસની આ પદયાત્રા કરવાનું નક્કી કર્યું છે, આ પદયાત્રામાં ઘેડના તમામ ગામડાંઓમા ખેડૂતો પાસેથી નુકસાનીના સર્વે લેવામાં આવશે ,ઘેડની પીડા કાગળ સ્વરૂપે લેવામાં આવશે અને ત્યારબાદ ભેગી થયેલી તમામ રજૂવાતોને સરકારમાં રજૂ કરવામાં આવશે ત્યારે આ યાત્રા તમામ ઘેડના ખેડૂતો હજુ વધુ સંખ્યામાં જોડાઈ એ માટે આહવાન કરવામાં આવ્યું

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here