GUJARAT : AAPએ તમામ જિલ્લાઓમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો

0
142
meetarticle

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય જનનાયક નેતા ચૈતર વસાવાને ભાજપ દ્વારા ષડયંત્ર રચીને જેલમાં ગોંધી રાખવામાં આવી રહ્યા છે. આ મુદ્દા પર આમ આદમી પાર્ટી મજબૂતી પોતાનો અવાજ ઉઠાવી રહી છે અને આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને ધારાસભ્ય ચૈતર વસાવા માટે અવાજ ઉઠાવ્યો હતો. આ પ્રેસ કોન્ફરન્સ દ્વારા આમ આદમી પાર્ટીના નેતાઓએ જણાવ્યું હતું કે, ભાજપ, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને તારીખ પે તારીખનો ખેલ રચી ખોટા કેસમાં જલમાં ગોંધી રાખવાનું ષડયંત્ર કરી રહી છે. જ્યારે ચૈતર વસાવા તરફી સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ વિક્રમ ચૌધરી પોતે ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ફરી એક વાર સરકારી વકીલો કોર્ટમાં ગેરહાજર રહેવાથી નવી તારીખ આપવામાં આવી છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા આજે ચૈતર વસાવાના કેસની તાત્કાલિક સુનાવણી હાથ ધરવામાં આવે તેવી માંગ કરતી અરજી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી રહી છે. જેમાં સુપ્રીમ કોર્ટેના સિનિયર વકીલ વિક્રમ ચૌધરી ઉપસ્થિત રહેવાના છે. આમ આદમી પાર્ટી આદિવાસી સમાજના લોકપ્રિય નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવાને જલ્દીથી જલ્દી જેલની બહાર લાવવાની તમામ કોશીશ કરી રહી છે.

સામાન્ય ઘટનાઓ પર ગંભીર કલમો લગાવીને ભાજપે આદિવાસી સમાજ અને આદિવાસી વિસ્તાર માટે અવાજ ઉઠાવનાર આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતર વસાવાને જેલમાં ગોંધી રાખવાનું ષડયંત્ર કર્યું છે. ચૈતર વસાવા એક ફાઈટર છે ચૈતરભાઈ આદિવાસી સમાજના પ્રશ્નોને ઉઠાવવાની સાથે સાથે ભાજપ દ્વારા કરવામાં આવતા ભ્રષ્ટાચારને પણ ઉઘાડા પાડતા હોય છે. એટલા માટે ધારાસભ્ય ચૈતર વસાવાને જેલમાં ગોંધી રાખવાનું કામ ભાજપ કરી રહ્યું છે. ક્યારેક વકીલો હાજર ના હોય તો ક્યારેક અલગ અલગ કાગળના બહારના કરીને વારંવાર તારીખો લેવામાં આવી રહી છે. ભાજપ એક વાત સ્પષ્ટપણે સાંભળી લે કે આ લડાઈ ગુજરાતના લોકોની લડાઈ છે. ચૈતર વસાવા ગુજરાતના લોકોની લડાઈ લડી રહ્યા છે. ચૈતર વસાવા હવે ફક્ત આદિવાસી સમાજના નહીં પરંતુ આખા ગુજરાતના નેતા છે. ભાજપ ગમે તેટલો ત્રાસ ગુજારી લે અને ધારાસભ્ય ચૈતર વસાવાને તોડવાની કોશિશ કરે પરંતુ એક વાત ભાજપ યાદ રાખી કે આદિવાસી સમાજ ક્યારેય કોઈની સામે ઝૂક્યો નથી અને આજે પણ ઝુકશે નહીં. ચૈતર વસાવા એ ભગવાન બિરસા મુંડાના સંતાન છે અને ભગવાન બિરસા મુંડા ક્યારેય અંગ્રેજો સામે પણ ઝૂક્યા ન હતા તો હવે ધારાસભ્ય ચૈતર વસાવા પણ કાળા અંગ્રેજોના રૂપમાં આવેલા ભાજપના અત્યાચારો સામે ઝુકશે નહી. આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા સાથે આજે સમગ્ર ગુજરાત ઉભું છે. આવનારા સમયમાં ભાજપની તાનાશાહીને આમ આદમી પાર્ટી ઉખાડીને ફેંકી દેશે. ચૈતર વસાવા સમગ્ર ગુજરાત માટે એક આશાનું કિરણ છે અને સમગ્ર ગુજરાત તેમની સાથે ઉભું છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here