છોટાઉદેપુર જિલ્લામાં કીકાવાડા ગામ નજીક બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની માહિતી મળી છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બસ તથા ટ્રક બંનેના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું છે.
અકસ્માતમાં અનેક મુસાફરોને ઈજાઓ થઈ હોવાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી. અકસ્માતના કારણે રસ્તા પર લાંબી વાહન કતારો લાગી હતી. પોલીસ દ્વારા અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટર : રફાકત ખત્રી બોડેલી


