અંકલેશ્વર-સુરત સ્ટેટ હાઈવે પર હાંસોટના અલવા ગામ નજીક વહેલી સવારે બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે વ્યક્તિને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.માહિતી અનુસાર, સુરતના રહેવાસી સંજય શર્મા તેમના મિત્ર સાથે અમદાવાદ જવા નીકળ્યા હતા. હાંસોટના અલવા ગામ પાસે સામેથી આવી રહેલી એક કાર સાથે તેમની કાર અથડાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે બંને કારને ભારે નુકસાન થયું હતું.
સદનસીબે, સંજય શર્મા અને તેમના મિત્રનો આબાદ બચાવ થયો હતો. જ્યારે સામેની કારમાં સવાર ત્રણ વ્યક્તિઓમાંથી બે જણને સામાન્ય ઈજા થઈ હતી. અકસ્માતની જાણ થતાં જ હાંસોટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા .આ માર્ગ પર અકસ્માતોની સંખ્યા વધતી હોવાથી સ્થાનિક લોકોએ તાત્કાલિક ધોરણે આ હાઈવેને ફોર લેન બનાવવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતોને અટકાવી શકાય.


