BHARUCH : ખુન અને લૂંટના ગુનામાં છેલ્લા ૯ વર્ષથી ફરાર આરોપી દિલ્હીથી ઝડપાયો

0
194
meetarticle

ભરૂચ પોલીસની પેરોલ-ફર્લો સ્ક્વોડ અને વાગરા પોલીસની સંયુક્ત ટીમે હત્યા અને લૂંટના ગુનામાં છેલ્લા ૯ વર્ષથી નાસતા ફરતા આરોપીને દિલ્હીથી ઝડપી પાડ્યો છે.


આરોપી રાકેશપ્રસાદ રામપ્રિતશા ગૌડ, જે ભરૂચ જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવી રહ્યો હતો, તેને વચગાળાના જામીન મળ્યા હતા. તેણે ૨ જુલાઈ, ૨૦૧૬ના રોજ જેલમાં પરત હાજર થવાનું હતું, પરંતુ તે હાજર થયો ન હતો અને ત્યારથી ફરાર હતો.
પોલીસને બાતમી મળી હતી કે ફરાર આરોપી હાલ દિલ્હીમાં છે. આ માહિતીના આધારે, પેરોલ-ફર્લો સ્ક્વોડ અને વાગરા પોલીસની ટીમે તાત્કાલિક દિલ્હી જઈને આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે વાગરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here