તેલગૂ સિનેમાના સૌથી લોકપ્રિય એક્ટર સત્યદેવની ફિલ્મ ‘રાવ બહાદુર’નું પહેલું પોસ્ટર 12 ઓગસ્ટે રિલીઝ કરવામાં આવ્યું હતું. જણાવી દઈએકે આ ફિલ્મને સાઉથના જાણીતા અભિનેતા મહેશ બાબુ દ્વારા રજૂ કરવામાં આવી છે. પોસ્ટરમાં સત્યદેવના લુકને બધાને આશ્ચર્યમાં મૂકી દીધા છે. દર્શકો પોસ્ટર જોઇને આ ફિલ્મના રિલીઝની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.
શાહી શૈલીમાં જોવા મળ્યો અભિનેતા
સુંદર દેખાવ માટે જાણીતા સત્યદેવ આ પોસ્ટરમાં પહેલા ક્યારે ન દેખાયા હોય તેવા અવતારમાં જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં સત્યદેવ ‘રાવ બહાદુર’ની ભૂમિકા ભજવી રહ્યો છે. આ પોસ્ટરમા સત્યદેવને પાઘડી અને કુર્તામાં મોટી-મોટી મૂંછો અને આઇબ્રોમાં જોઇ શકાય છે. તેના બેકગ્રાઉન્ડમાં મોરના પીંછા, ઘંટડી પણ જોવા મળે છે.
‘શક એક શૈતાન’
આ ફિલ્મની ટેગ લાઈન ‘શક એક શૈતાન’ રાખવામાં આવી છે. તેની સાથે મેકર્સ અનોખો કોન્સેપ્ટ લઈને આવ્યા છે.અભિનેતાએ તેના નવા અવતારને લઈને સત્યમદેવને જણાવ્યું કે તેણે રોજ સવારે 5 કલાકનો સમય મેકઅપ કરવામાં લાગતો, જે તેની માટે ખૂબ પડકારજનક અને યાદગાર પાત્ર રહ્યું હતું.
પોસ્ટર જોઇ યૂઝર્સની પ્રતિક્રિયા
યૂઝર્સ માટે પોસ્ટરમાં સત્યદેવને ઓળખવો ખૂબજ મુશ્કેલ છે. એક યૂઝર્સે કોમેન્ટમાં લખ્યું, ‘આપ મુજે ચમકા નહીં સકતે,યે સત્યદેવ નહીં હૈ.’બીજા યૂઝર્સે લખ્યું કે ‘શું કમાલનું ટ્રાન્સફોર્મેશન છે’ જણાવી દઈએ કે ‘રાવ બહાદુર’ ફિલ્મના દિગ્દર્શક વેંકટેશ માહા છે. આ ફિલ્મનું ટીઝર સ્વતંત્રતા દિવસ પર થિયેટરમાં રિલીઝ કરાશે અને ફિલ્મને 2026માં રિલીઝ કરવામાં આવશે.


