પહેલાના સમયમાં હાડકામાં દુખાવો અને નબળાઈની ફરિયાદ 50 કે 60 વર્ષ પછીના લોકો કરતા હતા, પરંતુ વર્તમાન સમયમાં તો યુવાનો અને બાળકોમાં આ સમસ્યા જોવા મળે છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તમારે કેલ્શિયમથી ભરપૂર ખોરાકનું સેવન વધારવું જોઈએ. કેલ્શિયમ હાડકાને મજબૂત બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
કેલ્શિયમ અને વિટામિન ડીથી ભરપૂર ખોરાક લેવો
હાડકાના દુખાવાથી રાહત મેળવવા માટે કેલ્શિયમ અને વિટામિન ડીથી ભરપૂર ખોરાક લેવો જોઈએ. જેમાં દૂધ અને પનીર જેવા ડેરી પ્રોડેક્ટ, લીલા પાંદડાવાળા શાકભાજી જેવા ખોરાકનો સમાવેશ કરવો જોઈએ.
જે હાડકાને મજબૂત બનાવવા માટે જરૂરી છે
દૂધ, દહીં અને ચીઝ જેવી વસ્તુઓ કેલ્શિયમનો સારો સ્ત્રોત છે, જે હાડકાને મજબૂત બનાવવા માટે જરૂરી છે. કેલ્શિયમ તેને પોષણ આપે છે અને મજબૂત બનાવે છે.


