વર્તમાન સમયમાં ગુજરાતના ધરતીપુત્રો પ્રાકૃતિક કૃષિ તરફ વળી રહ્યા છે.તેનો શ્રેય ગુજરાતના રાજયપાલશ્રી દેવવ્રતજી અને આત્મા પ્રોજેકટને જાય છે. ધરતીપુત્રોને દેશી ગાય આધારીત ખેતી કરવા પ્રેરણા આપી વિષમુ્કત ખેતી ઉત્પાદનમાં રાજયપાલશ્રીનો સિંહસ્થ ફાળો છે.
ગુજરાતના રાજયપાલ દેવવ્રત અને આત્મા પ્રોજેકટની પ્રેરણાથી પ્રેરાઇની છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પાનવડ ગામના ધરતીપુત્ર અરવિંદ રોહીતે છેલ્લા બે વર્ષથી વિષમુક્ત પ્રાકૃતિક ખેતી કરવાનું શરૂ કર્યુ છે. પંચસ્તરીય પ્રાકૃતિક ખેતી મોડેલથી પ્રભાવિત થઇને પોતાના ખેતરમાં પંચસ્તરીય મોડેલ વિકસાવ્યુ છે.
પંચસ્તરીય મોડેલ વિશે માહિતી આપતા અરવિંદભાઈ રોહીતે જણાવ્યું કે, પંચસ્તરીય મોડેલમાં પ્રથમ સ્તર પર સુરણ,અડવી,હળદર જેવા પાક લેવામાં આવે છે. બીજાસ્તરે ચોળી,મગ,અડદ,તુલસી જેવા છોડવાનો પાક લેવામાં આવે છે. ત્રીજાસ્તરે મધ્યમ લેવાના પાક મકાઇ,તુવેર, દાડમ, લીંબુડી,જેવા પાક લેવામાં આવે છે. ચોથાસ્તર પર કેળા,પપૈયા,પાક લેવામાં આવે છે. છેલ્લે પંચસ્તર પર મોટા ઝાડ નારિયેળી, સરગવાના ઝાડ, સાગના ઝાડ વાવમાં આવે છે. આ મોડેલમાં દેશી ગાયના ગોબર અને ગૌમુત્રમાંથી બનાવેલા બીજામૃત, ઘનજીવામૃત, જીવામૃત, નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્રનો ઉપયોગ થાય છે.
અરવિંદભાઈએ કહ્યું કે, પહેલા તો મે મારા ખેતરને બળદ હળથી ખેડીને ઘનજીવામૃતથી વાવણી માટે તૈયાર કર્યુ.ખેડુતો પાસેથી દેશી બિયારણ મેળવી તેને બીજામૃતના પટ આપ્યા બાદ પંચસ્તરીય મોડેલ મુજબ ખેતરમાં ક્યારા બનાવી વેલાવાળા શાક,કઠોર,અનાજ,ધાન,આયુર્વેદીક ઔષધી,ફલફળાદીની વાવણી કરી છે. આમ એક જ ખેતરમાં તમામ પાક મળી રહે છે.
તેમના ખેતરમાં સુરણ, ચોળી, હળદર, મકાઇ, શેરડી, મગ, ભીંડા, અડદ, વાલોરપાપડી, રીંગણ, ટમાટર, મરચા, તુવેર, સરગવો, આબળા, આંબા, દ્રાક્ષ, કાજુ, નારિયેળી, જાંબુ, પપૈયા, અંજીર, જામફળ, લીંબુડી, કેળ, દાડમ, ડ્રેગ્ન ફ્રુટ, સાગ, અશ્વગંધા, લીડીપીપળનું વાવેતર કરેલું છે. આ તમામ પાકને પાણીમાં જીવામત મિક્ષ કરી આપવામાં આવે છે જેથી તેનો વિકાસ થાય. સમય સમય પર જરૂર પડે તો નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરે છે. આમ ઝીરો બજેટ પર તેમણે વિવિધ પાકો મેળવવાનો પ્રયત્ન શરૂ કર્યો છે.
અરવિંદભાઈ તમામ ધરતીપુત્રોને પ્રાકૃતિક કૃષિ અપનાવી એક એકર જમીનમાં વિષમુક્ત વિવિધ પાક લઇ નિરોગી જીવન જીવવા જણાવે છે.
રિપોર્ટર સોહેલ પઠાણ છોટાઉદેપુર



