GANDHINAGAR : લાંબા સમયના વિરામ બાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ શરૂ

0
85
meetarticle

ગુજરાતમાં થોડા વિરામ બાદ વરસાદી માહોલ જામી રહ્યો છે. ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. ગાંધીનગરમાં લાંબા સમયના વિરામ બાદ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. સેક્ટર 1 થી 30 અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.વાવોલ, કુડાસણ, સરગાસણ, રાયસણ, પેથાપુર, રાંધેજા, પાલજ સહિત વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.

ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ 

ગાંધીનગરમાં લાંબા સમયના વિરામ બાદ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ધીમી ધારે વરસાદ શરૂ થતા લોકોને ગરમીથી રાહત મળી છે. શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હાલ અલગ અલગ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે.

રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી 

રાજ્યમાં આજે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દ.ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી,વલસાડ,દમણ,દાદરાનગર હવેલી, નર્મદા,ભરૂચ,સુરત,ડાંગ,તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 19 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here