રણવીર સિંહ આદિત્ય ધર સાથે ‘ધુરંધર’ પછી વધુ એક ફિલ્મમાં કામ કરે તેવી સંભાવના છે. ‘ધુરંધર’નાં શૂટિંગ દરમિયાન જ બંનેએ એક નવા સ્ટોરી આઇડિયા પર ચર્ચા કરી હતી અને તેઓ આ ફિલ્મ બનાવવા સંમત થયા છે.
‘ધુરંધર’નું શિડયૂલ હજુ ઓક્ટોબર માસ સુધી ચાલવાનું છે. બીજી તરફ ફરહાન અખ્તર આગામી વર્ષની શરુઆતમાં ‘ડોન થ્રી’નું શૂટિંગ શરુ કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. રણવીર આદિત્યની નવી ફિલ્મ માટે શિડયૂલ ફાઈનલ કરતાં પહેલાં ‘ડોન થ્રી’નાં શિડયૂલની રાહ જોઈ રહ્યો છે.
મોટાભાગે આદિત્યની આ નવી ફિલ્મનું શિડયૂલ આવતાં વર્ષે માર્ચમાં શરુ થઈ શકે છે.
‘ધુરંધર’ આગામી માર્ચમાં રીલિઝ થવાની છે. છેલ્લાં બે-ત્રણ વર્ષથી રણવીરની કેરિયરમાં બહુ પીછેહઠ થઈ છે અને બાઉન્સ બેક કરવા માટે તેને એક મેગા હિટની તાતી જરુર છે. આથી તે ‘ધુરંધર’ પર આશા રાખી રહ્યો છે.


