AHMEDABAD : અંજલીબ્રિજ ઉપર બાઇકને ટક્કર મારતા યુવકનું ઘટના સ્થળે મોત

0
17
meetarticle

વાસણા વિસ્તારમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં અંજલી બ્રિજ ઉપર વહેલી સવારે બાઇકને ટક્ક મારી યુવકને મોતને ઘાટ ઉતારી અજાણ્યો વાહન ચાલક ભાગી ગયો હતો. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છેે.

વાડજમાં લગ્નમાં જવાનું કહીને ઘરેથી ગયો હતો  યુવકને મોતને ઘાટ ઉતારી વાહન ચાલક ભાગી ગયો

ધોળકાના જકાતનાકા પાસે રહેતા આધેડે ટ્રાફિક એન ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક ફરિયાદ નોંધાવી છે કે તેમનો પુત્ર તા.૨૪ના બપોરે તેના શેઠનું બાઇક લઈને વાડજ ખાતે સંબંધી ત્યાં લગ્ન પ્રસંગમાં ગયો હતો.

ત્યારબાદ કાલે વહેલી સવારે અંજલીબ્રીજ થઈ વાસણા તરફ જઇ રહ્યો હતો.  આ સમયે બ્રિજ ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલકે તેના બાઇકને ટક્કર મારી હતી. જેથી રસ્તા ઉપર પટકાતા માથા સહિત શરીરે ગંભીર રીતે ઇજા થતાં સ્થળ ઉપર મોત થયું હતું. જ્યારે અકસ્માત બાદ વાહન ચાલક ત્યાંથી ભાગી ગયો હતો. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here