AHMEDABAD : એરપોર્ટ પર દુબઈથી આવેલા પેસેન્જર પાસેથી 96 લાખનું સોનું ઝડપાયું, લગડી અન્ડરવિયરમાં છુપાવી

0
5
meetarticle

અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ વિભાગે સોનાની હેરાફેરીનું એક મોટું રેકેટ ઝડપ્યું છે. સોમવારે (નવમી ફેબ્રુઆરી) વહેલી સવારે દુબઈથી આવેલી એક ફ્લાઈટમાં ભારતીય પેસેન્જરની શંકાસ્પદ હિલચાલને આધારે અટકાયત કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જ પેસેન્જર પાસેથી આશરે 96 લાખની કિંમત ધરાવતી સોનાની લગડીઓ મળી આવતા એરપોર્ટ પર ફફડાટ મચી ગયો હતો. 

પેસેન્જરે અન્ડરવિયરમાં બે ગોલ્ડ બાર સંતાડ્યા

પેસેન્જરે કસ્ટમ અધિકારીઓની નજરથી બચવા માટે ચાલાકીપૂર્વક સોનું છુપાવ્યું હતું. તેણે પોતાના અન્ડરવિયરમાં ખાસ ખિચ્ચા બનાવીને બે ગોલ્ડ બાર સંતાડ્યા હતા, પરંતુ જ્યારે અધિકારીઓએ તેની તપાસ કરી ત્યારે ચોંકાવનારી વિગત સામે આવી હતી. પેસેન્જરે બાકીનું સોનું પોતાના અંડરવેરની અંદર છુપાવી રાખ્યું હતું. કુલ 324.14 ગ્રામ વજન ધરાવતી ત્રણ સોનાની લગડીઓ જપ્ત કરવામાં આવી છે, જેની શુદ્ધતાની ચકાસણી બાદ કસ્ટમ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

.હાલમાં કસ્ટમ વિભાગ દ્વારા પકડાયેલા પેસેન્જરની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે. અધિકારીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આ સોનાનો જથ્થો કોને પહોંચાડવાનો હતો અને શું આની પાછળ કોઈ ઈન્ટરનેશનલ સ્મગલિંગ ગેંગ સક્રિય છે કે નહીં. અંડરવેરમાંથી મળી આવેલા વધારાના સોનાના જથ્થાનું મૂલ્ય નક્કી કરવા માટે પણ તપાસ કરવામાં આવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here