AHMEDABAD : ગ્રીન સીટીની પોકળ ગુલબાંગ વચ્ચે થલતેજમાં મ્યુનિ.ની મંજૂરી વગર લીલાછમ વૃક્ષનુ નિકંદન

0
52
meetarticle

અમદાવાદને ગ્રીન સીટી બનાવવાની પોકળ ગુલબાંગ વચ્ચે થલતેજમાં આવેલા મ્યુનિસિપલ ગાર્ડનની બાજુમાં કોર્પોરેશનની મંજુરી વગર લીલાછમ વૃક્ષનું નિકંદન કાઢતા વિડીયો વાઈરલ થયા હતા. કોર્પોરેશનના પાર્કસ અને ગાર્ડન વિભાગના ડિરેકટર અમરિષ પટેલે કહયુ,હાલ નોટિસ આપી છે.વિસ્તૃત વિગત આવ્યા પછી આગળની કાર્યવાહી કરાશે.

થલતેજ વિસ્તારમાં જય અંબેનગર સોસાયટીમાં કોર્પોરેશનની મંજુરી વગર લીલાછમ વૃક્ષનુ નિકંદન કઢાયા પછી પણ ગાર્ડન વિભાગના અધિકારી કહે છે કે, આખા વૃક્ષ કાપ્યા નથી માત્ર હેવી ટ્રીમીંગ કરાયુ છે.કેટલા વૃક્ષ હતા તે અંગે તેમણે કહયુ, ઉત્તર-પશ્ચિમ ઝોનના ગાર્ડન વિભાગની ટીમનો રીપોર્ટ આવ્યા પછી સાચી વિગત જાણવા મળી શકે એમ છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here