ગુજરાતની ટેક્સટાઇલ ટ્રેડ અને ઈન્ડસ્ટ્રીને આત્મનિર્ભર બનાવવા, સ્વદેશી કાપડના પ્રચારને પ્રોત્સાહિત કરવા અને રોજગારીમાં વધારો લાવવા માટે અમદાવાદના ન્યુ ક્લોથ માર્કેટ ખાતે 17થી 22 નવેમ્બર દરમ્યાન ભવ્ય ફેબ્રિક એક્ઝિબિશન યોજાશે.

ન્યૂ ક્લોથ માર્કેટના પ્રમુખ ગૌરાંગ ભગતે જણાવ્યું કે ન્યૂ ક્લોથ માર્કેટ 66 વર્ષ પૂર્ણ કર્યાં છે અને આ અવસરે એક્ઝિબિશનનું આયોજન કરાયું છે. માર્કેટની કુલ 106 બ્રાન્ડ્સ અને ટ્રેડર્સ આ પ્રદર્શનમાં જોડાશે, જેનો સીધો લાભ 1500થી વધુ દુકાનદારને મળશે. કાર્યક્રમમાં ગ્રે, ડ્રેસ મટીરીયલ, ડેનિમ, હોઝિયરી, શુટિંગ, શર્ટિંગ અને બેડશીટ જેવા વિવિધ ફેબ્રિક્સમાં નવી ટેક્નૉલોજી અને ડિઝાઇન રજૂ કરાશે.
ખાસ કરીને વેટ ડાયટિંગ, વેટ પ્રિન્ટ, ડિજિટલ પ્રિન્ટ, પિગમેન્ટ પ્રિન્ટ અને અન્ય આધુનિક કાપડની વિવિધતાઓ ગ્રાહકોને આકર્ષશે.
આ એક્ઝિબિશન ભારતભરમાં તેમજ વિદેશી બજારોમાં નિકાસ વધારવા માટેના નવા માર્ગ ખોલશે. 1500થી વધુ ગારમેન્ટર્સ, એક્સપોર્ટ બાઈંગ હાઉસ અને હોલસેલ ટ્રેડર્સ ભારત તેમજ વિદેશમાંથી ભાગલેશે.
