અમદાવાદમાં પાસપોર્ટ અરજદારો માટે વિશેષ કેમ્પ યોજાશે અને 7 ફેબ્રુઆરીએ પ્રાદેશિક પાસપોર્ટ કચેરીએ કેમ્પ યોજાશે, બાપુનગર અને વિજય ચાર રસ્તા કેન્દ્ર પર સેવા ઉપલબ્ધ છે.સામાન્ય, તત્કાળ પાસપોર્ટની એપોઇન્ટમેન્ટ ઓનલાઇન મળશે અને એપોઇન્ટમેન્ટ પાસપોર્ટ સેવા વેબ પોર્ટલ પર ઓનલાઇન મળશે અને જૂની તારીખનો ઉપયોગ ન કરી શક્યા હોય તેને પણ તક મળશે અને અરજદારો એપોઇન્ટમેન્ટ રિ-શિડ્યુલ કરી શકશે. અમદાવાદ શહેરના રિજનલ પાસપોર્ટ કેન્દ્ર દ્વારા પાસપોર્ટ અરજદારો માટે નવી વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે. 1 જાન્યુઆરી, 2026થી પાસપોર્ટ સંબંધિત પૂછપરછ તથા દસ્તાવેજો જમા કરવાની પ્રક્રિયામાં નવી વ્યવસ્થા અમલમાં આવી છે.

આ સિવાય પાસપોર્ટ અરજદારોને દર સોમવાર અને બુધવાર (રજાના દિવસો સિવાય) સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી, કોઈપણ પ્રિ પ્લાન ઓનલાઈન એપોઇન્ટમેન્ટ વગર પણ પૂછપરછ કરવા અથવા દસ્તાવેજો જમા કરવા માટે કાર્યાલયમાં આવવાની છૂટ આપવામાં આવી છે. જેથી અરજદારોને સરળતા રહેશે.
