AHMEDABAD : બ્રિજનું વિસ્તરણ કરી આઠ લેનનો બનાવાશે, સુભાષબ્રિજનું સુપર સ્ટ્રકચર તોડી રીસ્ટોરેશન અને વિસ્તરણ કરાશે

0
54
meetarticle

બાવન વર્ષ જુના અમદાવાદના સુભાષબ્રિજના ડેક સ્લેબમાં તિરાડ પડયા પછી બ્રિજનું સુપર સ્ટ્રકચર તોડી રીસ્ટોરેશન અને વિસ્તરણ કરવાનો નિર્ણય કરાયો છે.મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ કહયુ,નિષ્ણાતોના અભિપ્રાય મુજબ બ્રિજના સુપર સ્ટ્રકચરને દુર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.બ્રિજના સુપર સ્ટ્રકચરને તોડી રીસ્ટોરેશન કરવામા નવ મહિના જેટલો સમય લાગશે.રીસ્ટોરેશન કામગીરી પુરી થયા પછી બ્રિજ ઉપરથી તમામ પ્રકારના વાહનો અવરજવર કરી શકશે.હાલના બ્રિજની બંને બાજુએ ટુ-ટુ લેનના નવા બ્રિજ બનવાથી આ બ્રિજ આઈકોનિક અને આઠ લેનનો થશે.રુપિયા ૨૫૦ કરોડના ખર્ચેથી બ્રિજનુ રીસ્ટોરેશન ઉપરાંત બે નવા બ્રિજ બનશે. સોમવારે ટેન્ડર કરાશે.સંભવત ફેબુ્રઆરી મહિનામા બ્રિજના સુપર સ્ટ્રકચરને તોડી પડાશે.બ્રિજના રીસ્ટોરેશન પાછળ રુપિયા ૧૧૦ કરોડ તથા નવા બે બ્રિજ બનાવવા રુપિયા ૧૪૦ કરોડનો ખર્ચ કરાશે.૪ ડિસેમ્બરે સુભાષબ્રિજ ઉપર તિરાડ જોવા મળ્યા પછી તમામ પ્રકારની અવરજવર માટે બ્રિજને બંધ કરાયો હતો.મેયર પ્રતિભા જૈને કહયુ, સુભાષબ્રિજ રાણીપ અને શાહીબાગ વિસ્તારોને જોડતો એક મહત્વપૂર્ણ બ્રિજ છે.૫૨ વર્ષ પહેલા બનાવાયેલા આ બ્રિજના ડેકમાં તિરાડ અને સુપર સ્ટ્રકચરમાં સેટલમેન્ટ જોવા મળતા લોકોની સલામતીના હિતમાં ટ્રાફિક માટે બ્રિજને બંધ કરવાનો નિર્ણય કરાયો હતો.બ્રિજને થયેલા નુકસાન અંગે એમપેનલ્ડ કન્સલ્ટન્ટસ ઉપરાંત આઈઆઈટી રૃડકી, એસવીએનઆઈટી સુરતના નિષ્ણાતો દ્વારા બ્રિજની વિસ્તૃત તપાસ કરાઈ હતી.બે ફેઝમાં બ્રિજની કામગીરી કરાશે.ઇપીસી મોડ હેઠળ વર્તમાન બ્રિજના રીસ્ટોરેશન કરવાની સાથે બ્રિજની બંને તરફ ટુ-ટુ લેનના નવા બ્રિજ બનાવાશે.

ફેઝ-૧, બ્રિજના રીસ્ટોરેશનમા  સ્ટીલ સ્ટ્રકચર બનાવાશે,સ્પાનની સાઈઝને ઓછી કરાશે

ફેઝ-વનમાં હાલના બ્રિજના સુપર સ્ટ્રકચરને સંપૂર્ણપણે દુર કરી ૩૮ મીટરના સ્પાન મુજબ સ્ટીલ કોમ્પોઝીટ ગર્ડર આધારીત નવુ સુપર સ્ટ્રકચર  તૈયાર કરવામા આવશે.આ કામગીરી માટે હયાત પીયરને માઈક્રો કોન્ક્રીટ દ્વારા જેકેટીંગ કરીને મજબૂત બનાવવામા આવશે.હાલમાં બ્રિજમાં  ૭૬ મીટરના પાંચ તથા ૩૬ મીટરના બે સ્પાન આવેલા છે.સ્પાનની સાઈઝને ઓછી કરાશે.

હયાત પિલરની સાથે નવા સાત પિલર સપોર્ટ માટે બનાવાશે

હયાત બ્રિજ ની નીચે કુલ સાત પિલર આવેલા છે. આ પિલર ઉપરાંત નવા સાત પિલર બ્રિજના સપોર્ટ માટે બનાવાશે.બીજા ફેઝમાં હાલના બ્રિજની બંને તરફ એક જ લેવલે નવા ટુ-ટુ લેનના બ્રિજ બનાવાશે.આ માટે ફાઉન્ડેશનથી લઈને સુપર સ્ટ્રકચર સુધીની સમગ્ર કામગીરી નવેસરથી  કરવાનું આયોજન કરાયુ છે.

રબર કમ બેરજ બ્રિજ એપ્રિલ-૨૭ સુધીમાં તૈયાર થઈ જશે,મ્યુ.કમિશનર

સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટ અંતર્ગત રુપિયા ૩૬૭ કરોડથી વધુના ખર્ચથી રબર કમ બેરેજ બ્રિજ બનાવાઈ રહયો છે. આ બ્રિજ સાબરમતી અચેરથી કેમ્પ સદર બજાર સુધીના વિસ્તારોને સાંકળી લેશે.સુભાષબ્રિજનો ઉપયોગ કરવામા ના આવે તો પણ ૨૫થી ૩૦ મિનીટમાં એરપોર્ટ સુધી લોકો સરળતાથી પહોંચી શકશે.

એઆઈની મદદથી સુભાષબ્રિજની થ્રીડી ઈમેજ બનાવાશે

        અમદાવાદના સુભાષબ્રિજનો ડ્રોન સર્વે શરુ કરવામાં આવ્યો છે. આ ડ્રોન સર્વે ત્રણ દિવસ ચાલશે.આર્ટિફિશ્યલ ઈન્ટેલીજન્સ ટેકનોલોજીની મદદથી બ્રિજની થ્રીડી ઈમેજ બનાવાશે.સેન્સરની મદદથી બ્રિજની તિરાડ અને સેન્સરનુ રેકોર્ડિંગ કરાશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here