નિકોલમાં પોલીસ સ્ટેનશનના લોકઅપમાં ચોરી કેસના આરોપીને રાખવામાં આવ્યો હતો. પીએસઓને પૂછ્યા વગર બે મહિલા લોકએપના આરોપી સાથે વાતો કરતી હતી જેથી પોલીસે ના પાડતા તકરાર થઇ હતી. આરોપીની પત્ની સહિત બન્ને મહિલાએ પોલીસકર્મીઓને ગાળો બોલીને મહિલા પોલીસ અને હોમગાર્ડ જવાનને લાફા માર્યા હતા તેમજ પોલીસ સ્ટેશન સળગાવાની અને પોલીસકર્મીઓને મારી નાખવાની ધમકી આપીને હોબાળા મચાવ્યો હતો. આ બનાવ અંગે નિકોલ પોલીસે બે મહિલા સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

ચોરી કેસના આરોપીને પત્ની સહિત બે મહિલા બે દિવસ મળવા માટે આવી પોલીસને પૂછ્યા વગર મળવા રોક્તા પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો
નિકોલ પોલીસ સ્ટેશનમાં પી.એસ.ઓની મદદમાં નોકરી કરતા મહિલા પોલીસે નિકોલ પોલીસ સ્ટેશનમાં અસારવા ખાતે રહેતા બે મહિલા સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે રાતે તેઓ નોકરી ઉપર અન્ય પોલીસકર્મીઓ સાથે હાજર હતા. આ સમયે ચોરીના આરોપી હિતેન્દ્રને લોકઅપમાં રાખેલા આરોપીને મળવા માટે પત્ની લોકઅપ પાસે જઇને પી.એસ.ઓની મંજૂરી વગર મળવા ગઇ હતી. જેથી પી.એસ.ઓ તમારે શુ કામ છે તમે પૂછયા વગર લોકઅપ પાસે જઇને આરોપી સાથે વાત કરો છો તમે ગઇ કાલે પણ વારંવાર લોકઅપ પાસે જઇને વાત કરતા હતા ટોકવા છતા ગણકારતા નથી કહેતા પત્નીએ બુમો પાડીને ગાળો બોલીને તકરાર કરી હતી. બન્ને મહિલાઓ હાજર પોલીસ સાથે ઝઘડો કરતા મહિલા પોલીસકર્મીએ સમજાવીને બહાર મોકલવા જતા ઝપાઝપી કરી હતી. જે બાદ બંનેએ મહિલા પોલીસકર્મીને લાફા માર્યા હતા તેમજ પોલીસ સ્ટેશન સળગાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

