AHMEDABAD : માનસિક બિમાર સગીરા સાથે અડપલા કર્યા

0
39
meetarticle

બાપુનગરમાં વિસ્તારમાં રહેતા યુવકે રૃમ બંધ કરીને માનસિક બિમાર સગીરા સાથે શારિરીક અડલાં કરીને છેડતી કરી હતી. સગીરાના ભાઇને  પાન પાર્લર ઉપર વસ્તુ લેવા મોકલ્યો હતો ભાઇને ફરીથી વસ્તુ બદલવા મોકલ્યો હતો ભાઇ પરત આવતાં દરવાજો બંધ હતો ખખડાવતાં આરોપી નાસી ગયો હતો. આ બનાવ અંગે શહેરકોટડા પોલીસે છેડતીનો ગુનો નોંધીને વિકૃત માનસિકતા ધરાવતા યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મકાનના દરવાજો બંધ હોવાનું સીસીટીવી ફૂટેજમાં કેદ થતાં શહેરકોટડા પોલીસે ગુનો નોંધી વિકૃત માનસિકતા ધરાવતા શખ્સની ધરપકડ કરી

બાપુનગરમાં રહેતી શ્રમજીવી મહિલાએ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૨૧ના રોજ ફરિયાદી તથા તેમના પતિ  નોકરી ઉપર હાજર હતા ત્યારે બપોરના સમયે તેમની ૧૪ વર્ષની માનસિક બિમાર દિકરી અને પુત્ર ઘરની બહાર રમતા હતા.  આ સમયે વિસ્તારમાં રહેતો આરોપી આવ્યો હતો અને સગીરાના ભાઇને પાન પાર્લર પર વિમલ લેવા મોકલ્યો હતો. તે લઇને આવતા પરત તેને વિમલ લાવાની ન હતી કહીને બદલવામાં મસાલો લેવા મોકલ્યો હતો. જો કે સગીરે ઘરે આવીને દરવાજો ખખડાવતા આરોપીએ ખોલીને તે ભાગી ગયો હતો. જેથી પુત્રએ તેના માતા-પિતાને વાત કરી હતી માતા-પિતાએ માનસિક બિમાર સગીર દિકરીને પ્રેમથી સમજાવીને પૂછતા આરોપીએ તેની સાથે છેડતી કરી હોવાની હકીકત જણાવી હતી. ત્યારબાદ કેમેરામાં ચેક કરતા આરોપી દરવાજો બંધ કરતા દેખાયો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here