AHMEDABAD : લેડીઝ ચપ્પલના પાર્સલમાં દારૂની બોટલો…માધુપુરામાં PCBએ બુટલેગરોની નવી મોડસ ઓપરેન્ડી ઝડપી પાડી

0
6
meetarticle

અમદાવાદમાં બૂટલેગરો ધરપકડથી બચવા માટે અવનવા કીમિયા અપનાવતા હોય છે, પરંતુ PCBએ તેમની એક નવી ચાલાકીનો પર્દાફાશ કર્યો છે. માધુપુરા વિસ્તારમાં લેડીઝ ફૂટવેરના પાર્સલની આડમાં મંગાવવામાં આવેલો વિદેશી દારૂનો જથ્થો પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે.

પ્રેમ દરવાજા પાસે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં દરોડો

મળતી માહિતી અનુસાર, PCBની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે માધુપુરામાં પ્રેમ દરવાજા બહાર આવેલા ‘પટેલ ગુડ્સ ફ્લાઈટ કેરિયર્સ’ના ગોડાઉનમાં શંકાસ્પદ પાર્સલ આવ્યા છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ત્યાં લેડીઝ ચપ્પલના બોક્સ મળી આવ્યા હતા. જોકે, જ્યારે આ બોક્સ ખોલવામાં આવ્યા ત્યારે પોલીસ પણ ચોંકી ઊઠી હતી, કારણ કે ચપ્પલોની નીચે વિદેશી દારૂની મોંઘી બોટલો છુપાવવામાં આવી હતી.પોલીસ તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 32 બોટલો સહિત કુલ 1,92,560 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

GST ઇન્વોઇસનો લીધો સહારો

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો દિલ્હીના બવાના ખાતેથી મોકલવામાં આવ્યો હતો. આ પાર્સલ અમદાવાદના નીલમ ફૂટવેરના નામે મંગાવવામાં આવ્યું હતું. બૂટલેગરોએ પોલીસને છેતરવા માટે પ્રોપર GST ઇન્વોઇસ અને ફૂટવેરના વ્યવસાયનો સહારો લીધો હતો જેથી રસ્તામાં કોઈને શંકા ન જાય.

આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન

માધવપુરા પોલીસે આ મામલે દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર બંને અજાણ્યા શખસો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. હાલ પોલીસ મોબાઈલ નંબર અને જીએસટી નંબરના આધારે તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં મુખ્ય સૂત્રધારોની ધરપકડ કરવામાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here