AHMEDABAD : વેજલપુરમાં ‘ફ્રી ફાયર’ ગેમની લત સગીરાને ભારે પડી, પશ્ચિમ બંગાળનો યુવક ઘરે આવી દુષ્કર્મ આચરી ભગાડી ગયો

0
18
meetarticle

વેજલપુરમાં 16 વર્ષની સગીરાને ઓનલાઇન ગેમ દ્વારા પ્રેમજાળમાં ફસાવી પશ્ચિમ બંગાળનો યુવક અપહરણ કરી ભગાડી જતો હતો, જેને પોલીસે રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડ્યો છે.આજના ડિજિટલ યુગમાં ઓનલાઇન ગેમ્સ બાળકો માટે કેટલી જોખમી સાબિત થઈ શકે છે તેનો જીવતો જાગતો કિસ્સો અમદાવાદના વેજલપુરમાં જોવા મળ્યો છે. માત્ર 16 વર્ષની સગીરાને ઓનલાઇન ગેમ દ્વારા પ્રેમજાળમાં ફસાવી પશ્ચિમ બંગાળનો 21 વર્ષીય યુવક અપહરણ કરી ભગાડી જતો હતો, જેને પોલીસે રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડ્યો છે.

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, ભોગ બનનાર 16 વર્ષની સગીરા ‘ફ્રી ફાયર’ (Free Fire) ગેમ રમવાની શોખીન હતી. આ ગેમ રમતા-રમતા દોઢ વર્ષ પહેલાં તેનો સંપર્ક પશ્ચિમ બંગાળના આશિક ઉર્ફે અરમાન (ઉંમર 21 વર્ષ) સાથે થયો હતો. ધીમે-ધીમે આ પરિચય પ્રેમમાં પરિણમ્યો હતો અને આરોપીએ સગીરાને પોતાની જાળમાં ફસાવી દીધી હતી.

આરોપી અરમાન પશ્ચિમ બંગાળથી સ્પેશિયલ અમદાવાદ સગીરાને મળવા માટે આવ્યો હતો. તે સગીરાના ઘરે પહોંચ્યો હતો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ, તે સગીરાને લલચાવી-ફોસલાવીને અપહરણ કરી પશ્ચિમ બંગાળ લઈ જવા માટે ટ્રેનમાં બેસાડી ભગાડી જતો હતો.સગીરા ગુમ થતા પરિવારજનોએ તાત્કાલિક વેજલપુર પોલીસને જાણ કરી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી સગીરાને લઈને ટ્રેન મારફતે પશ્ચિમ બંગાળ જઈ રહ્યો છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી રેલવે સ્ટેશન પરથી જ ટ્રેનમાંથી આરોપી આશિક ઉર્ફે અરમાનની ધરપકડ કરી લીધી હતી અને સગીરાને સુરક્ષિત રીતે છોડાવી હતી.

વેજલપુર પોલીસે આરોપી વિરુદ્ધ અપહરણ, દુષ્કર્મ અને પોક્સો (POCSO) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો રજૂ કર્યો છે કે તેમના સંતાનો મોબાઈલ પર કઈ ગેમ રમે છે અને કોના સંપર્કમાં છે તેની કાળજી રાખવી કેટલી અનિવાર્ય છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here