દરિયાપુર વિસ્તારમાં લુણસાવાડ ખાતે રહેતા વેપારી નવા મકાનનું વાસ્તુ પૂજન કરવા માટે ગયા હતા અને મકાનની બારીથી પ્રવેશ કરીને આરોપીએ મકાનમાંથી રોકડા ૧૨ લાખ અને સોનાના દાગીના સહિત રૃા. ૨૩.૧૦ લાખના મુદ્દામાલની ચોરી કરી હતી. દરિયાપુર પોલીસે આરોપી સુથારને સીસીટીવી ફૂટેજ આધારે આરોપીને પકડયો હતો.

વેપારી પરિવાર સાથે જગતપુર નવા મકાનનુ વાસ્તુ કરવા ગયા અને બારીથી પ્રવેશી ચોરી કરી ઃ સીસીટીવી ફૂટેજ આધારે દરિયાપુર પોલીસે પકડયો
દરિયાપુરમાં લુણસાવાડમાં રહેતા યુવકે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યકિત સામે ફરિયાદ નોધાવી છે કે તેઓ જગતપુર ગામમાં નવા મકાનમાં વાસ્તુ પૂજને હોવાથી પરિવાર સાથે તા. ૨૨ના રોજ ત્યાં ગયા હતા અને બે દિવસ પછી સર સમાન લેવા માટે ઘરે આવ્યા ત્યારે મકાનની બારીમાંથી પ્રવેશીને મકાનમાંથી રોકડા રૃા. ૧૨ લાખ અને સોનાના દાગીના સહિત કુલ ૨૩.૧૦ લાખની મતાની ચોરી થઇ હતી.પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે શાહીબાગમાં અક્ષરધામ ટાવરમાં રહેતા અને સુથારી કામ કરતા જીતેન્દ્રભાઇને પકડી પાડીને તેની પાસેથી રૃા. ૧૩,૬૫,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. દરિયાપુર પોલીસ સ્ટેશનના પીઆઇ, આર.જી.દેસાઇના જણાવ્યા મુજબ આરોપીએ તેમના મકાનમાં સુથારી કામ કર્યુ હોવાથી પરિચીત હતો બીજીતરફ વેપારી તેને નવા મકાનના વાસ્તું પૂજનમાં આમંત્રણ આપ્યું હતું. જેને લઇને બે દિવસ મકાન બંધ હોવાની જાણના કારણે તેને ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.

