AHMEDABAD : સોલા પોલીસે ગેરકાયદે રહેતી૧૭ બાંગલાદેશી મહિલાઓની પુછપરછમાં ખુલાસો

0
36
meetarticle

અમદાવાદના ગોતા અને ચાંદલોડીયા વિસ્તારમાં ગેરકાયદે રહેતી ૧૭ બાંગલાદેશી મહિલાઓને સોલા પોલીસે ઝડપીને કાર્યવાહી કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મહિલાઓ એક બીજાના સંપર્કમાં રહેવા માટે મોબાઇલ એપ્લીકેશનનો ઉપયોગ કરતી હતી. આ મહિલાઓ એજન્ટની મદદથી  પૈકી કેટલીક સ્પા તેમજ દેહ વિક્રયના કારોબારમાં સક્રિય હોવાનું પણ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. જે અંગે સોલા પોલીસે તપાસ શરૂ કરી છે

સોલા પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગોતા અને ચાંદલોડીયા વિસ્તારમાં છેલ્લાં ઘણા સમયથી કેટલીક મહિલાઓ ભાડાના મકાન અને રૂમમાં રહેવા આવી હોવાની બાતમી સોલા પોલીસ સ્ટેશનના સ્ટાફને મળી હતી. જેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે એન ભુકાણે અલગ અલગ ટીમ બનાવીને ગોતામાં આવેલા હાથીખાના અને ચાંદલોડીયામાં કોમ્બીંગ હાથ ધર્યું હતું. જેમાં પોલીસને ૨૪ વર્ષથી માંડીને ૪૯ વર્ષની વયની કુલ ૧૬ બાંગલાદેશી મહિલાઓ અને એક સાત વર્ષની બાળકી મળી આવી હતી.

પોલીસે તેમની સઘન પુછપરછ કરતા તેમણે નિવેદન નોંધાવ્યું હતું કે તે એજન્ટની મદદથી ગેરકાયદે અમદાવાદ આવીને ભાડેથી રહીને છુટક કામ મજુરી કરતી હતી. પરંતુ, પોલીસને ખાનગી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મહિલાઓ દેહવિક્રયના વ્યવસાય માટે ગેસ્ટ હાઉસ અને સ્પા સેન્ટરમાં કામ કરતી હતી. ચોક્કસ એજન્ટો કમિશન લઇને તેમને કામ અપાવતા હતા. એટલુ જ ભાડાના મકાન પણ એજન્ટોની મદદથી મળતા હતા. પોલીસે હાલ તમામને સ્પેશીયલ ઓપરેશન ગુ્રપને સોંપીને તેમને ડીપોર્ટ કરવાની કામગીરી શરૂ કરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here