AHMEDABAD : અકસ્માતનો ઠપકો આપનાર વૃદ્ધને કારના બોનેટ પર લટકાવીને આખા વિસ્તારમાં ફેરવ્યા!

0
10
meetarticle

નિકોલ વિસ્તારમાં એક નશામાં ધૂત કારચાલકે સામાન્ય બોલાચાલી બાદ એક વૃદ્ધને કારના બોનેટ પર પછાડીને તેમને ફંગોળવા અને વિસ્તારમાં ફેરવવાનો પ્રયાસ કર્યો હતો.અમદાવાદના નિકોલ વિસ્તારમાં એક નશામાં ધૂત કારચાલકે સામાન્ય બોલાચાલી બાદ એક વૃદ્ધને કારના બોનેટ પર પછાડીને તેમને ફંગોળવા અને વિસ્તારમાં ફેરવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ભારે આક્રોશ ફેલાયો છે.

ઘટનાની વિગત મુજબ, કારચાલકે નશાની હાલતમાં કાર હંકારીને અકસ્માત સર્જ્યો હતો. આ જોઈને નજીકમાં રહેતા એક વૃદ્ધે કારચાલકને ઠપકો આપ્યો હતો. જેનું માઠું લાગતા ગુસ્સે ભરાયેલા કારચાલકે વૃદ્ધને કચડી નાખવાના ઈરાદે કાર ચલાવી હતી. વૃદ્ધ કારની સામે આવી જતા તેઓ કારના બોનેટ પર આવી ગયા હતા.

ઘટના કેટલી ગંભીર હતી તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કારચાલકે વૃદ્ધને બોનેટ પર લટકાવેલી હાલતમાં જ આખા વિસ્તારમાં દોડાવી હતી. વૃદ્ધ સતત જીવ બચાવવા માટે વિનંતીઓ કરતા રહ્યા અને આસપાસના લોકો ચીસો પાડતા રહ્યા, તેમ છતાં નિર્દય કારચાલકે કાર રોકવાનું નામ ન લીધું.

થોડે દૂર ગયા બાદ આસપાસના જાગૃત લોકો અને સ્થાનિક રહીશોએ સાહસ બતાવીને કારને ઘેરી લીધી હતી અને કારચાલકને બહાર ખેંચી કાઢ્યો હતો. લોકોએ રોષમાં આવીને નશામાં ધૂત આ ચાલકને મેથીપાક ચખાડ્યો હતો અને બાદમાં પોલીસને હવાલે કર્યો હતો. પોલીસ દ્વારા હવે આ આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here