અમદાવાદના કૃષ્ણનગરમાં રિટાયર્ડ આર્મીમેને ફાયરિંગ કર્યુ હોવાની વાત સામે આવી છે, જેમાં એક વ્યકિત ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે, કૃષ્ણનગર પોલીસે આર્મસ એકટ હેઠળ ગુનો નોંધ્યો છે.
અમદાવાદમાં રિટાયર્ડ આર્મીમેને ફાયરિંગ કર્યુ છે, કૃષ્ણનગરમાં તક્ષશિલા ફ્લેટનો બનાવ છે. જેમાં કોઈ સામાન્ય બાબતમાં આર્મીમેને તેમની પાસે રહેલી પિસ્તલથી ફાયરિંગ કર્યુ છે અને એક વ્યકિત ઈજાગ્રસ્ત થયો છે, સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરા સામે આવ્યા છે અને આર્મીમેનની અટકાયત કરીને તેમની પૂછપરછ શરૂ કરી છે.

અમદાવાદના કૃષ્ણનગરમાં ફાયરિંગની ઘટના બની છે અને ફાયરિંગમાં એક વ્યકિત ઈજાગ્રસ્ત થયો છે, આર્મીમેને ફાયરિંગ કરતા ફલેટમાંથી લોકો બહાર દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે, ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે અને પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી. આર્મીમેન ગુસ્સે ભરાયો અને તેણે ફાયરિંગ કર્યુ છે તેવી વાત પોલીસ તપાસમાં સામે આવી છે, તો ઈજાગ્રસ્તની તબિયત હાલ સુધારા પર છે.
અમદાવાદ શહેરના સી.જી. રોડ પર આવેલી યુનિયન બેંકની કરન્સી ચેસ્ટમાં થયેલા ફાયરિંગના બનાવમાં નવરંગપુરા પોલીસે મોટો ખુલાસો કર્યો છે. આ ઘટના માત્ર એક અકસ્માત નહીં, પરંતુ અંગત અદાવતનું પરિણામ હોવાનું સામે આવ્યું છે. સી.જી. રોડ પર આવેલી યુનિયન બેંકની કરન્સી ચેસ્ટમાં થયેલા ફાયરિંગના બનાવમાં નવરંગપુરા પોલીસે મોટો ખુલાસો કર્યો છે. આ ઘટના માત્ર એક અકસ્માત નહીં, પરંતુ અંગત અદાવતનું પરિણામ હોવાનું સામે આવ્યું છે, જેમાં એક સિક્યુરિટી ગાર્ડે તેના સહકર્મી પર ગોળી ચલાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો.

