AHMEDABAD : અમદાવાદીઓ મફત પિત્ઝા લેવા માટે ઘેલા થયા, મફતનું ખાવાની લોકોને મજા પડી ગઈ

0
58
meetarticle

અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં મફત પિત્ઝા લેવા માટે લાઈનો લાગી છે, એક કિમી કરતા વધારે લાઈન લાગી છે, મફત પિત્ઝાની સ્કીમ જોઈને લોકો વહેલી સવારથી લાઈન લગાડીને ઉભા હતા, તો પિત્ઝા લેવા માટે પડાપડી થઈ હતી.

અમદાવાદમાં મફત પિત્ઝા ખાવા માટે લાઈનો લાગી છે, મફત પિત્ઝાની સ્કીમ જોઈને લોકો પિત્ઝા લેવા માટે રાશન કાર્ડની લાઈન લાગી હોય તેમ ઉમટી પડયા હતા, પિત્ઝા શોપના માલિકે 2 કલાકમાં 1500 પિત્ઝા આપવાની જાહેરાત કરી હતી જેને લઈ લોકો લાઈનમાં ઉમટી પડયા હતા, બપોરે 12 થી 2 વાગ્યા સુધી મફત પિત્ઝાનું વિતરણ કરવામાં આવ્યું હતુ, અને એક કલાકમાં મફત પિત્ઝાનો ટાર્ગેટ વેપારીને પૂર્ણ થયો હતો, શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી લોકો પિત્ઝા લેવા ઉમટી પડયા હતા.

પિત્ઝા એ નાના બાળકોથી લઈને મોટા લોકોને અતિપ્રિય હોય છે અને આજે રવિવાર એટલે રજાનો દિવસ, કોને એવું ના થાય કે લાવો પિત્ઝા ખાઈએ એ પણ મફતના, ત્યારે પ્રહલાદનગરમાં એક આઉટલેટના ઓપનિંગ વખતે અને આઉટલેટની જાહેરાત કરવાના લીધે પિત્ઝા મફતમાં આપવાની સ્કીમ રાખી હતી અને લોકો દૂર દૂરથી પિત્ઝા લેવા માટે ઉમટી પડયા હતા. ત્યારે મફતમાં પિત્ઝા ખાવા કોને ના ગમે, તો ભીડ જોઈને પોલીસની ટીમ પણ પહોંચી હતી. એક વ્યકિતને પિત્ઝાનું એક બોકસ આપવમાં આવતું હોવાની વાત સામે આવી છે.

નવા પિત્ઝાનું આઉટલેટ ખુલે છે અને આઉટલેટ ખુલે તે દિવસે મફતમાં પિત્ઝા આપવામાં આવશે તેની રીલ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી હતી જેને લઈ લોકોની ભીડ જામી હતી, હાલમાં તો જેટલા પિત્ઝા મફતમાં આપવાના હતા તે આપી દીધા હતા, તેમ છત્તા લોકો તડકામાં પિત્ઝા લેવા માટે ઉમટયા હતા. લોકોને 2 વાગ્યા સુધી પિત્ઝા આપવામાં આવશે અને અલગ-અલગ ફલેવરના પિત્ઝા આપવામાં આવ્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here