આવવિનોદ મિત્તલના ટેક્સ ટાઈલ ગુ્રપ પર પાડવામાં આવેલા દરોડામાં સાક્ષી તરીકે અમદાવાદની એક બેન્કના કર્ચમારીને લઈ જવામાં આવ્યા છે. આ કર્મચારીનું કહેવું છે કે મને આવકવેરા અને દરોડા અંગે કોઈ જ સમજણ નથી. છતાંય છેલ્લા બે દિવસથી બાર બાર કે ચૌદ ચૌદ કલાક માટે મને કોઈપણ જાતની કામગીરી વિના બેસાડી રાખવામાં આવે છે.

સ્નેહલ ઠક્કર નામના બેન્ક કર્મચારીનં કહેવું છે કે આવકવેરા કચેરીના અધિકારીઓ બેન્કને સાક્ષી તરીકે કોઈ સ્ટાફ જોઈએ છે તેવી કોઈ જ જાણકારી આપી નથી. દરોડાના દિવસે ૧૧ કલાકે આવીને બેન્કના મેનેજરને કહ્યું કે સાક્ષી તરીકે માણસ જોઈએ છે. બેન્ક મેનેજરે મૌખિક વિનંતીને માન્ય રાખીને તરત જ એક સ્ટાફના સભ્યને જવા કહ્યું હતું.
જોકે આ સ્ટાફની મરજી છે કે નહિ તે જાણ્યા વિના જ તેને આવકવેરા અધિકારીની સેવામાં પહોંચી જવાની મૌખિક સૂચના આપવામાં આવી હતી. આમ બેન્ક સ્ટાફને લઈ જવા માટે બેન્કના મેનેજર કે આવકવેરાના ડેપ્યુટી કમિશનરે કોઈ કાયદેસરની કાર્યવાહી કર્યા વિના જ સ્ટાફના સભ્યને મોકલી આપ્યો છે.
