AHMEDABAD : ઉદેપુરથી ટ્રેનમાં દારૂ છુપાવીને અસારવા સુધી સપ્લાય કરવાનું નેટવર્ક

0
53
meetarticle

અમદાવાદમાં વિદેશી અને દેશી દારૂની હેરફેર કરવા માટે હવે  બુટલેગરોએ રેલવેના રૂટનો મોટા પ્રમાણમાં ઉપયોગ શરૂ કરાયો છે. જેમાં રાજસ્થાનથી અસારવાની રૂટને સૌથી વધુ સક્રિય કરવામાં આવ્યો છે.  ઉદેપુરથી ટ્રેન અમદાવાદ આવવા માટે નીકળે તે પહેલા બુટલેગરોના માણસો ટ્રેનના ટોઇલેટમાં તૈયાર કરવામાં આવેલા ખાસ ખાનામાં દારૂની બોટલો છુપાવે છે. આ ટ્રેન તેના છેલ્લા અસારવાના સ્ટેશન પર પહોચે અને ખાલી થાય ત્યારે બુટલેગરોના માણસો પોલીસની હાજરીમાં તમામ બોટલો ખાસ ખાનામાંથી ખાલી કરવામાં આવે છે. દારૂ સપ્લાય માટેની આ મોડ્સ ઓપરેન્ડીમાં રાજસ્થાન અને ગુજરાત રેલવે પોલીસની સિન્ડીકેટથી સક્રિય રહે છે.

ઉદેપુરથી ટ્રેનમાં દારૂ છુપાવીને અસારવા સુધી સપ્લાય કરવાનું નેટવર્ક 2 - imageરાજસ્થાનથી ટ્રક અને અન્ય વાહનમાં દારૂ સપ્લાય કરવાની સાથે બુટલેગરોએ રેલવે પોલીસની સાથે મળીને  ઉદેપુરથી અસારવા રૂટ પરથી દારૂ હેરફેર કરવા માટેની નવી મોડ્સ ઓપરેન્ડી અપનાવી છે. જેમાં ઉદેપુરથી ટ્રેન અમદાવાદ આવવા માટે ચાલુ થાય તે પહેલા રેલવેના કોચના ટોઇલેટમાં બનાવવામાં આવેલા ખાસ ખાનામાં દારૂની બોટલો છુપાવી દેવામાં આવે છે. આ ટ્રેનનું છેલ્લું સ્ટેશન અમદાવાદનું અસારવા હોય છે. ટ્રેન અસારવા પહોંચે અને ખાલી થઇ જાય ત્યારે અમદાવાદના બુટલેગરોના માણસો અલગ અલગ કોચના ટોઇલેટમાં જઇને ખાના ખોલીને દારૂની બોટલ ત્યાંથી લઇને ખાનાના ફરીથી લોક કરી દે છે. ત્યારબાદ બુટલેગરો નાના વાહનોમાં દારૂને અલગ અલગ સ્થળોએ લઇ જવામાં આવે છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે દારૂ સપ્લાયના આ નેટવર્કમાં રાજસ્થાન અને ગુજરાત રેલવે પોલીસ અધિકારીઓના માનીતા ખાસ માણસા દ્વારા સુવ્યવસ્થિત રીતે ચલાવવામાં આવી રહ્યું હોવાની વિગતો ખુલી છે. આ ઉપરાંત,ખેડા મહેદાવાદથી આવી રહેલી ટ્રેનનો એક વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. જેમાં બે યુવકો પ્લાસ્ટીકના પોટલામાં મોટા પ્રમાણમાં દેશી દારૂ  લાવી રહ્યા હતા અને કાલુપુરમાં કોઇ સ્થાનિક બુટલેગરને પહોચતો કરવાનો હતો. આ માટે રેલવે સ્ટેશન આવે તે પહેલાં જ ચોક્કસ લોકેશન પર ચાલુ ટ્રેનમાં પ્લાસ્ટીકની બંેગને નીચે ફેકી દેવાની હતી. આ મોડ્સ ઓપરેન્ડીથી બંને જણા નિયમિત દેશી દારૂ મહેદાવાદથી લાવતા હતા.  ત્યારે ખેડા મહેદાવાદ રૂટ પરથી પ્રતિદિન હજારો લીટર દારૂ મોકલવામાં આવતો હોવાનું પણ જાણવા મળ્યું છે.  આમ, રેલવે પોલીસના અધિકારીઓની મિલીભગતથી ચાલતા નેટવર્કને સુવ્યવસ્થિત રીતે ચલાવવામાં આવી રહ્યું છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here