અમદાવાદ એરપોર્ટ ઉપર સર સામાનની ચોરીના બનાવો વધી રહ્યા છે. એરપોર્ટ ઉપર એઆઇ એરપોર્ટ સર્વિસ લીમીટેડના કર્મચારીએ ટ્રોલીમાંથી રૃા.૧૬.૫૮ લાખની ચાંદી કરતા એરપોર્ટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ કેસમાં દિલ્હી એર ઇન્ડીયાથી અમદાવાદ એરપોર્ટ ઉપર ચોરી થયાનો મેઇલ આવ્યો હતો જેને લઇને એરપોર્ટના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં ચોરીનો ભાંડો ફૂટયો હતો.

એરપોર્ટના સીસીટીવી ફૂટેજ ચેક કરતા ટ્રોલીમાંથી ૧૦ કિલો ચાંદી ચોરી હોવાનું બહાર આવ્યું
મેમનગર ખાતે રહેતા અને અમદાવાદ એરપોર્ટ ઉપર એર ઇન્ડીયામાં સિનિયર એસોસીયેટ કાર્ગો ઓપરેશન્સ તરીકે નોકરી કરતા જહોન મુર્રીગાતેરી (ઉ.વ.૫૫)એ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ ખાતે એઆઇ એરપોર્ટ સર્વિસ લીમીટેડ કંપનીમાં નોકરી કરતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૧૧ના રોજ તેમના મોબાઇલ ઉપર દિલ્હી એર ઇન્ડીયા તરફથી મેઇંલ આવ્યો હતો જેમાં એર ઇન્ડીયાની અમદાવાદ દિલ્હીની ફ્લાઇટમાં અમદાવાદથી એરપોર્ટથી મોકલવામાં આવેલા પાર્સલમાં ૨૫ નંગ સિલ્વર બાર ચાંદીની પાટનું બિલ ચેક કરતા ૨૪ નંગ બાર મળ્યા હતા.આ બનાવની જાણ થતાં સીસીટીવી ફૂટેજ ચેક કરતાં આરોપીએ ટ્રોલીમાંથી ટ્રોલીમાંથી રૃા.૧૬.૫૮ લાખની ૧૦ કિલો ચાંદી કરતા એરપોર્ટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

