અમદાવાદમાં લૂંટારુ ટોળકી મહિલાઓને લૂંટવા માટે અવનવી યુક્તિઓ અપનાવી રહી છે. જેમાં ઓઢવમાં મંદિરનું સરનામું પૂછવાના બહાને મહિલા સાથે વાતચીત કરી હતી અને મંદિરના પુજારી હોવાની વાત કરીને મહિલા પાસેથી મંદિરમાં મૂકવા માટે રૃા.૧૧ લીધા હતા. ત્યારબાદ દાગીના પવિત્ર કરવાનું કહીને મહિલા પાસેની બુટ્ટી થેલીમાં મૂકાવી હતી અને મંત્રોચ્ચાર કરીને રૃા. ૫૦,૦૦૦ની કિંમતની બે બુટ્ટીઓ થેલીમાં મૂકાવી હતી. બીજીતર મહિલાએ આપેલા રૃા.૧૧માંથી રૃા. ૧૦ થેલીમાં મૂકીને મહિલાના નજર ચૂકવીને દાગીના લઇ લીધા બાદ મંદિરમાં પૂજા કરીને પ્રસાદ લઇને આવવાનું કહીને બે ગઠીયા નાસી ગયા હતા. બીજા બનાવમાં જમાલપુર ફૂલબજાર પાસે રિક્ષામાં બેઠેલી મહિલા પાસેથી રૃા. ૧૫,૦૦૦ ભરેલા પર્સની લૂંટ ચલાવીને ત્રણ આરોપી નાસી ગયા હતા. આ બન્ને બનાવ અંગે ઓઢવ અને હવેલી પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

ઓઢવમાં રહેતી મહિલાએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં અજાણી બે વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે આજે સવારે મહિલા ગાયને રોટલી ખવડાવવા માટે સોસાયટીના નાકે આવ્યા હતા. આ સમયે બે શખ્સોએ આવીને મેલડી માતાનું મંદિર ક્યાં આવેલું છે કહીને સરનામું પૂછ્યું હતું. ત્યારબાદે પોતે પૂજારી હોવાની વાત કરીને મહિલા પાસેથી મંદિરમાં મૂકવા માટે રૃા.૧૧ લીધા હતા. ત્યારબાદ દાગીના પવિત્ર કરવાનું કહીને મહિલા પાસેની બુટ્ટી થેલીમાં મૂકાવી હતી અને મંત્રોચ્ચાર કરીને રૃા. ૫૦,૦૦૦ની કિંમતની બે બુટ્ટીઓ થેલીમાં મૂકાવી હતી. બીજીતર મહિલાએ આપેલા રૃા.૧૧માંથી રૃા. ૧૦ થેલીમાં મૂકીને મહિલાના નજર ચૂકવીને દાગીના લઇ લીધા બાદ મંદિરમાં પૂજા કરીને પ્રસાદ લઇને આવવાનું કહીને બે ગઠીયા નાસી ગયા હતા. કલાક સુધી રાહ જોવા છતાં કોઇ પરત ના આવતાં મહિલા પોતે છેતરાયા હોવાની જાણ થઇ હતી. આ ઘટના અંગે ઓઢવ પોલીસે લૂંટનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
બીજા બનાવમાં નરોડામાં ફૂલનો વ્યવસાય કરતી મહિલાએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં રમઝની અને કાલીયા સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલા અને તેમના પતિ પોતાની રિક્ષા લઇ જમાલપુર ફૂલ બજારમાં ફૂલ લેવા માટે ગઇકાલે વહેલી સવારે આવ્યા હતા. પતિ ફુલ બજારમાં ફૂલ લેવા માટે ગયા હતા ફરિયાદી મહિલા બ્રિજ ઉપર સ્મશાન પાસે રિક્ષામાંબેઠા હતા આ સમયે રિક્ષા પાછળ કંઇ અવાજ આવતાં તેઓએ પાછળ જોતાની સાથે તેમના હાથમાંથી રૃા. ૧૫,૦૦૦ ભરેલા પર્સની લૂંટ ચલાવી હતી મહિલાએ પોલીસ પોલીસ કહીને બુમો પાડતાં એક આરોપીએ હું રમઝાની છું જા પોલીસ બોલાવી દે કંઇ નહી કરી શકે કહીને ત્રણેય આરોપી નાસી ગયા હતા. આ ઘટના અંગે હવેલી પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

