AHMEDABAD : ઓન ડ્યુટી નશામાં ધૂત PSI ઝડપાયો: સ્થાનિકોની ફરિયાદ બાદ રાતોરાત કરાઈ ધરપકડ

0
34
meetarticle

કાયદાનું પાલન કરાવનારી પોલીસ જ જ્યારે જાહેરમાં કાયદાના લીરા ઉડાડે તે અત્યંત શરમજનક ઘટના છે. આવી જ એક ઘટના અમદાવાદથી સામે આવી છે. જેમાં શહેર ટ્રાફિક વિભાગના એક પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) રાત્રે નારોલ સર્કલ નજીક પીધેલી હાલમાં ફરજ પર ઝડપી લેવાયા હતા. હાલ, જયેન્દ્ર વીરપુરા નામના  આ PSIની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, કે ડિવિઝન ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા PSI જયેન્દ્ર વીરપુરા રવિવારે (2 નવેમ્બર) મોડી રાત્રે પીધેલી હાલતમાં ફરજ પરથી ઝડપાયા હતા. તેઓ નારોલ સર્કલ પર ફરજ પર હતા. આ દરમિયાન એક સ્થાનિક રહેવાસીએ નોંધ્યું કે, તે ખૂબ જ નશામાં હોય અને અયોગ્ય વર્તન કરી રહ્યા હતા. PSI નશાની હાલતમાં હોવાની શંકા જતા સ્થાનિકોએ તાત્કાલિક કંટ્રોલ રૂમને જાણ કરી હતી. કંટ્રોલ રૂમને આ વિશે માહિતી મળતાની સાથે જ PCR વાન તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી. સ્થળ પર પહોંચેલી ટીમે પ્રાથમિક પૂછપરછ બાદ પુષ્ટિ કરી કે, ફરજ પર હોવા છતાં PSI જયેન્દ્ર વીરપુરા નશાની હાલતમાં ઝડપાયા છે. 

દારૂના નશામાં ધૂત PSIની ધરપકડ 

ત્યારબાદ સમગ્ર ઘટના વિશે નારોલ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી અને PSI વીરપુરા વિરુદ્ધ ગુજરાત પ્રતિબંધ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો. હાલ, તેમની ધરપકડ કરી દારૂના નશાની પુષ્ટિ માટે મેડિકલ તપાસમાં લઈ જવાયા છે. 

પોલીસે હાથ ધરી તપાસ

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ વિશે જણાવ્યું કે, આવું વર્તન સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે, ખાસ કરીને એવા પોલીસકર્મી પાસેથી જે શિસ્ત જાળવવા અને કાયદાનું અમલ કરવા માટે જવાબદાર છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.’

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here