AHMEDABAD : કરાઈ પાસે નર્મદા કેનાલમાં ખાબકેલા યુવકનો લોકોએ જીવ બચાવ્યો ફાયર ટીમ પહોંચે તે પહેલાં જ દિલધડક રેસ્ક્યુ

0
11
meetarticle

કરાઈ પાસે નર્મદા કેનાલમાં યુવક કેનાલના ઊંડા પાણીમાં તણાઈ રહ્યો હતો. ત્યાં હાજર સ્થાનિક લોકોએ અદભૂત હિંમત બતાવીને તે યુવકને મોતના મુખમાંથી બહાર ખેંચી લીધો હતો.શહેરના કરાઈ વિસ્તાર પાસે પસાર થતી નર્મદા કેનાલમાં ગઈકાલે એક યુવક રહસ્યમય સંજોગોમાં ખાબક્યો હતો. યુવક કેનાલના ઊંડા પાણીમાં તણાઈ રહ્યો હતો અને તેનો જીવ જોખમમાં હતો, ત્યારે ત્યાં હાજર સ્થાનિક લોકોએ અદભૂત હિંમત બતાવીને તે યુવકને મોતના મુખમાંથી બહાર ખેંચી લીધો હતો.

ઘટનાની વિગત મુજબ, યુવક કેનાલમાં પડ્યો હોવાનું જોતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. યુવક પાણીમાં ગરકાવ થઈ રહ્યો હતો ત્યારે લોકોએ સમય વેડફ્યા વગર દોરડાની વ્યવસ્થા કરી હતી. સ્થાનિક લોકોએ એકબીજાની મદદથી કેનાલમાં દોરડું નાખ્યું હતું અને યુવકને તે પકડી રાખવા સૂચના આપી હતી. ભારે જહેમત બાદ યુવકને પાણીના પ્રવાહમાંથી સુરક્ષિત બહાર ખેંચી લેવામાં આવ્યો હતો.

આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, પરંતુ ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ સ્થાનિક લોકોએ પોતાની સૂઝબૂઝથી યુવકનો જીવ બચાવી લીધો હતો. આ દિલધડક રેસ્ક્યુનો લાઈવ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં લોકોની બહાદુરીના વખાણ થઈ રહ્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here