પૂર્વ વિસ્તારમાં તિજોરીની ચાવી તથા લોક બદલવાના બહાને તિજોરીમાંથી રૃપિયા તથા દાગીનાની ચોરી કરતી ગેંગનો તરખાટ વધી રહ્યો છે. કાલુપુરમાં ભર બપોરે વિધવા ઘરે બે શખ્સો તિજોરીનું લોક બદલવા માટે આવ્યા હતા અને લોક બીજુ લઇને આવવાનું કહીને બીજા દિવસે આવ્યા બાદ નજર ચૂકવીને તિજોરીમાંથી રોકડા રૃા. ૩.૫૭ લાખ લઇ ગયા હતા. આ બનાવ અંગે કાલુપુર પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

લોક નવું નાખવું પડશે કહી બીજા દિવસે આવીને તિજોરીખોલી હાથ સાફ કરી ગયા ઃકાલુપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
કાલુપુરમાં સોદાગરની પોળમાં રહેતી મહિલાએ કાલુપુર પોલીસ સ્ટેશનમાં અજાણી બે વ્યકિત સામે ફરિયાદ નોંધાવી છે કે તેમના ઘરે તિજોરીનું લોક બગડી ગયું હતું. ચાર દિવસ પહેલા ત્રણ દરવાજા ખાતે લોક રિપેર કરાવ્યું હતું, પરંતુ ચાવી લાગતી ન હતી બીજીતરફ પોળમાં એક વ્યક્તિના ઘરે તાળા તિજોર કરવા વાળા આવ્યા હતા તેમને તેમના ઘરે બોલાવ્યા હતા આરોપીઓએ આવીને લોક જોઇને નવુ લોક નાંખવું પડશે બીજા દિવસે નવું લોક લઇને આવવાનું કહીને જુુનુ લોક લઇ ગયા હતા.બીજા દિવસે બપોરે આવીને લોક બદલવાના બહાને આવીને મહિલાની નજર ચૂકવીને તિજોરીમાં મૂકેલા રોકડા રૃપિયા રૃા. ૩.૫૭ લાખ લઇ ગયા હતા. આ બનાવ અંગે કાલુપુર પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

