પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બનીને નિર્દોષ લોકો ઉપર હુમલા કરી રહ્યા છે. કૃષ્ણનગર વિસ્તારમાં વાહન અથડાવવા બાબતે અજાણ્યા શખ્સે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ચાકુના ઘા મારીને લોહી લુહાણ કર્યો હ હતો. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

કોલેજથી આવતા સમયે સરદાર ચોક પાસે અકસ્માત થયો ચાકુથી હુમલો કરતા યુવક લોહી લુહાણ સારવાર હેઠળ
ઠક્કરનગર વિસ્તારમાં રહેતા અને ગાંધીનગર ખાતે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા યુવકે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૧ના રોજ કોલેજથી બાઇક લઇને ઘરે જતો હતો જ્યાં સરદાર ચોક પાસે એક્ટિવા ચાલકે અચાનક ટર્ન લેતા તેના વાહનને બાઇક અથડાયું હતું.
જેથી આરોપીએ તું કેમ આવી ગાડી ચલાવે છે કહીને યુવક સાથે માર મારી કરતાં તે નીચે પડી ગયો હતો તેવામાં આરોપીએ ઉશ્કેરાઇને ફરિયાદી યુવક ઉપર ચાકુથી હુમલો કર્યો હતો જેથી યુવક લોહી લુહાણ થતાં નજીકની ખાનગી હોેસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.

