AHMEDABAD : કોલેજથી સગીરાનું અપહરણ, કોલેજમાં પ્રોગામ છે કહ્યા બાદ મોબાઇલ સ્વીચ ઓફ

0
51
meetarticle

ઓઢવમાં કોલેજ જવાનું કહીને ગયેલી સગીરા મોડી સાંજ સુધી ઘરે પરત આવી ન હતી. પરિવારજનોએ ફોન કર્યો ત્યારે કોલેજમાં પ્રોગ્રામ હોવાથી  મોડું થશે તેમ કહ્યું હતું. ત્યારબાદ મોબાઇલ સ્વીચ ઓફ આવતાં પરિવારજનો ચિતીત થયા હતા. આ બનાવ અંગે ઓઢવ પોલીસે અપહણનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

ઓઢવમાં રહેતા આધેડ ઓઢવ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની  દિકરી કોલેજમાં અભ્યાસ કરતી હતી. ગઇકાલે સવારે સાત વાગે કોલેજ જવાનું કહીને બેગ લઇને ઘરેથી ગઇ હતી જો કે માતાએ બપોરે ફોન કર્યો ત્યારે દિકરીએ કોલેજમાં પ્રોગ્રામ હોવાથી મોડું થશે તેવી વાત કરી હતી. ત્યારબાદ મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો.જેને લઇન આજે સવારે પરિવારજનઓ કોલેજમા જઇને તપાસ કરતાં પ્રિન્સીપાલે કહ્યું કે તમારી દીકરી કોલેજ આવી ન હતી જેને લઇને ચિતીત  પરિવારજનોએ સગા સંબંધીના ત્યાં તપાસ કર્યા બાદ કોઇ પત્તો મળ્યો ન હતો. આ ઘટના અંગે ઓઢવ પોલીસે અપહણનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here