AHMEDABAD : ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર આરોપી ઝડપાયો, ચાર ગણા રિટર્નની આપતો હતો લાલચ

0
36
meetarticle

ક્રિપ્ટોકરન્સીના નામે રોકાણકારો સાથે કરોડોની છેતરપિંડી આચરનારા તત્વો સામે લાલ આંખ કરતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે. મુંબઈના દહિસર વિસ્તારમાં 100થી વધુ રોકાણકારો સાથે છેતરપિંડી કરી રફુચક્કર થઈ ગયેલા વોન્ટેડ આરોપી સુજીત શંકરરાવ જાદવને અમદાવાદ એરપોર્ટ પરથી દબોચી લેવામાં આવ્યો છે.

બે વર્ષથી પોલીસને આપી રહ્યો હતો હાથતાળી

મળતી માહિતી અનુસાર, ધરપકડ કરાયેલ 47 વર્ષીય આરોપી સુજીત જાદવ, જે વ્યવસાયે સોફ્ટવેર પ્રોફેશનલ છે, તે છેલ્લા બે વર્ષથી પોલીસની પકડથી દૂર હતો. તેની સામે મુંબઈના દહિસર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) અને મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ (MPID)એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો હતો. તે મૂળ મહારાષ્ટ્રના સતારાનો વતની છે પરંતુ હાલમાં અમદાવાદના નરોડા વિસ્તારમાં આશ્રય લઈ રહ્યો હતો.

4 ગણા વળતરની લાલચ આપી છેતરપિંડી કરી

ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું છે કે, વર્ષ 2021માં જાદવે તેના સહયોગીઓ સાથે મળીને દહિસરમાં એક ઓફિસ શરૂ કરી હતી. તે ચલણ રોકાણ પેઢીના નામે લોકોને લાલચ આપતો હતો. આ ઉપરાંત રોકાણ કરેલી રકમ પર ટૂંકા સમયમાં 4 ગણું વળતર આપવાનું વચન. આ માયાજાળમાં ફસાઈને 100થી વધુ લોકોએ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું. ભંડોળ એકઠું થયા બાદ આરોપીઓ ઓફિસ બંધ કરી ફરાર થઈ ગયા હતા.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને ટેકનિકલ સર્વેલન્સ અને મુંબઈ પોલીસ સાથેના સંકલનથી બાતમી મળી હતી કે વોન્ટેડ આરોપી એરપોર્ટ પર આવવાનો છે. આ બાતમીના આધારે વોચ ગોઠવીને જાદવ જેવો એરપોર્ટ પહોંચ્યો કે તરત જ તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here