કૃષ્ણનગરમાં સરદાર ચોક પાસે આવેલા ગોગા મહારાજના મંદિરમાં ધાળો દિવસે રૃા. ૧.૨૦ લાખની મતાની ચોરી થઇ હતી, જેમાં એક શખ્સ પૂજા કરવાના બહાને મંદિરમાં બેસીને ચાંદીની નવ મૂર્તિ તથા છતરની ચોરી કરી હતી.

કૃષ્ણનગરમાં સરદાર ચોક પાસેના મંદિરમાં પૂજાના બહાને બેસીને નવ મૂર્તિ છતરની ચોરી કરી સીસીટીવીમાં યુવક કેદ
કૃષ્ણનગરમાં સરદાર ચોક પાસે યુવકે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યકિત સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૬ના રોજ સવારે ૧૧ વાગે મંદિરમાંથી અજાણી વ્યકિત પૂજા કરવાના બહાને મંદિરમાં બેસીને ચાંદીની નવ મૂર્તિ તથા છતર સહિત કુલ રૃા. ૧.૨૦ લાખની મતાની ચોરી થઇ હતી.આ ઘટના અંગે કૃષ્ણનગર પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ શરુ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં કોઇ જાણભેદુ હોવાની શંકા સેવાઇ રહી છે.

