અમદાવાદ શહેરમાં ગોગો પેપર ના વેચાણ અને તેના નશાના સેવન માટે થતા ઉપયોગ અંગે SOG પોલીસે સઘન તપાસ શરૂ કરી છે. યુવાનોમાં નશાના સેવન માટે આ પેપરનો ઉપયોગ વધ્યો હોવાની માહિતીના આધારે SOG પોલીસે શહેરના જુદા જુદા વિસ્તારના પાન પાર્લરોમાં દરોડા પાડીને તપાસ હાથ ધરી છે. આ પેપરનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ આ ગોગો પેપરનો ઉપયોગ એક પ્રકારના નશા માટે કરવામાં આવે છે.

જે યુવા પેઢી માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. SOG પોલીસની આ કાર્યવાહીનો મુખ્ય હેતુ આવા ગેરકાયદેસર અને નશાકારક પદાર્થોના વેચાણને રોકવાનો અને યુવાનોને તેનાથી દૂર રાખવાનો છે. પોલીસે પાન પાર્લરોના સંચાલકોને ચેતવણી આપી છે કે જો તેઓ આ પ્રકારના નશાકારક પદાર્થોનું વેચાણ કરતા પકડાશે તો તેમની સામે કાયદાકીય રાહે કડક કાર્યવાહી કરવામાં આવશે.
