AHMEDABAD : ગોમતીપુરમાં યુવક અને તેના મિત્ર પર તલવારથી હુમલો

0
60
meetarticle

ગોમતીપુરમાં રાયપુર મીલ પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન પાસે રહેતો યુવકે ગઇકાલે રાતે જમીને ચાલવા જતો હતો ત્યારે આરોપી તેને જોઇને ગાળો બોલતો હતો યુવકે ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઇને યુવકને તલવારના ઘા માર્યા બાદ તેને છોડાવવા વચ્ચે પડેલા મિત્રને પણ તલવાર ના ઘા મારતાં બન્ને યુવકો લોહી લુહાણ થઇ ગયા હાલમાં ગંભીર હાલતમાં યુવક સારવાર હેઠળ છે. આ બનાવ અંગે ગોમતીપુર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

જમીને ચાલવા નીકળેલા યુવકે ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઇને તલવારના ઘા માર્યા છોડાવવા વચ્ચે પડતાં મિત્રને પણ તલવાર મારી

ગોમતીપુરમાં રહેતા અને છૂટક મજૂરી કરતા યુવકે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં  ગોમતીપુરમાં ગુ.હા. બોર્ડના મકાનમાં રહેતા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે કે યુવક ગઇકાલે રાતે ૧૦.૩૦ વાગે જમીને ચાલવા જતા હતા ત્યારે આરોપી તેને જોઇને ગાળો બોલતો હતો યુવકે ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઇને યુવકને તલવારના ઘા મારતા ખભાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી.

આ સમયે તેમનો મિત્ર તેમને છોડાવવા વચ્ચે પડેલા મિત્રને પણ તલવાર ના ઘા મારતાં બન્ને યુવકો લોહી લુહાણ થઇ ગયા હુમલો કરીને આરોપી નાસી ગયો હતો. ગંભીર રીતે ઘાયલ  ફરિયાદી યુવક હાલમાં સરસપુર શારદાબહેન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટના અંગે ગોમતીપુર પોલીસે ગુનો નોંધીને આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here