એરપોર્ટ પર બોગસ ભારતીય પાસપોર્ટ સાથે યુએસથી આવેલો બોરસદનો યુવક પકડાયોે હતો. પોલીસ તપાસમાં યુવકે ગ્રીનકાર્ડ મેળવવા માટે ન્યૂયોર્કના એજન્ટને ૨૫૦૦ અમેરિકન ડોલર આપીને બનાવટી ભારતીય પાસપોર્ટ બનાવડાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. જો કે એરપોર્ટ ઉપર પાસપોર્ટ સ્કેન કરતા નકલી હોવાનો ભાંડો ફૂટયો હતો. પોલીસે ન્યુયોર્કના એજન્ટ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ન્યુયોર્કના એજન્ટે ૨૫૦૦ ડોલર લઇ પાસપોર્ટ બનાવી આપ્યો અરપોર્ટ પોલીસે એજન્ટ સામે ગુનો નોંધ્યો
અમદાવાદ ઇન્ટરનેશલ એરપોર્ટ ઉપર દોઢ મહિના પહેલા કુવૈત એરવેઝની ફ્લાઇટના પેસેન્જરોનું ચેકિંગ દરમિયાન એક પેસેન્જરે ભારતીય પાસપોર્ટ આપતા તે પી.આર.એમ મશીનમાં પાસપોર્ટ સ્કેન કરતા થયો ન હતો જો કે છેલ્લા પેજ પર બારકોડ સ્કેન કરતા પણ થયો ન હતો. જેથી ચેક કરતા પાસપોર્ટની કોઇ વિગત ઓનલાઇન બતાવતા ન હતા. પેસેન્જરની પૂછપરછ કરતા આણંદ તાલુકાના બારસદના યુવક ન્યૂજર્સીમાં રહેતા હતા.તેમની પાસે કોઇ ભારતીય ડોક્યુમેન્ટ ન હતા પાસપોર્ટની તપાસ કરતા કર્ણાટકાના બેબી ગણેશનો હોવાનુ બહાર અવ્યું હતુ. જેથી તે સમયે યુવક સામે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ગુનો નોધવામાં આવ્યો હતો. જેની તપાસ દરમિયાન ૨૦૧૮માં ગ્રીનકાર્ડ મેળવવા પાસપોર્ટની જરૃર પડતા ન્યૂજર્સીમાં એજન્ટ હેરીને ૨૫૦૦ અમેરિકન ડોલર આપીને પાસપોર્ટ બનાવી આપ્યો હતો. તેમજ તપાસ કરતા હેરીનું સાચું નામ જયદીપ ગોહિલ હોવાનું બહાર આવ્યું હતું.

